રમતગમત મંત્રાલયે ટેબલ ટેનિસ ખેલાડીઓને વિદેશમાં ટ્રેનિંગની આપી મંજૂરી

નવી દિલ્હીઃ રમત મંત્રાલયના મિશન ઓલિમ્પિક સેલ (MOC) એ ટેબલ ટેનિસ ખેલાડીઓ દિયા ચિતલે અને સ્વસ્તિકા ઘોષને તાલીમ માટે અનુક્રમે દક્ષિણ કોરિયા અને જાપાન જવાની મંજૂરી આપી છે. જ્યારે દિયા દક્ષિણ કોરિયાના પાજુ-સીમાં શિન મીન સુંગના માર્ગદર્શન હેઠળ તાલીમ લેશે, જ્યારે સ્વસ્તિકા જાપાનના ઓસાકામાં કિયુ જિયાન શિન પાસે ટ્રેનિંગ મેળવશે.
એમઓસીએ બેડમિન્ટન ખેલાડીઓ કિરણ જ્યોર્જ અને અનુપમા ઉપાધ્યાય, ત્રિસા જોલી અને ગાયત્રી ગોપીચંદ અને શૂટર રુદ્રાંક્ષ પાટીલના પ્રસ્તાવોને પણ મંજૂરી આપી હતી. જ્યારે કિરણ અને અનુપમા બીડબલ્યૂએફ ઓર્લિયન્સ માસ્ટર્સમાં ભાગ લેશે, ત્યારે ત્રિસા અને ગાયત્રીની જોડી તેમના કોચ અને ફિઝિયો સાથે બીડબલ્યૂએફ જર્મન ઓપનમાં ભાગ લેવા માટે જર્મની જશે.
ભારતનો રાઇફલ શૂટર રુદ્રાક્ષ ‘ઇન્ટરનેશનલ સિઝન સ્ટાર્ટ ફોર શૂટર્સ (આઇએસએએસ 2024)’ સ્પર્ધાઓમાં ભાગ લેવા ડોર્ટમંડ જશે. એમઓસીએ ટેબલ ટેનિસ ખેલાડીઓ જી સાથિયાન અને મનિકા બત્રાની ‘ડબલ્યૂટીટી ફીડર સ્પર્ધાઓ’માં ભાગ લેવા માટે નાણાકીય સહાય માટેના પ્રસ્તાવોને પણ મંજૂરી આપી હતી.
સાથિયાન ડબલ્યૂટીટી ફીડર અને ડબલ્યૂટીટી ફીડર ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે બેરૂતજશે જ્યારે મનિકા તેના કોચ સાથે ડબલ્યુટીટી સિંગાપોર સ્મેશમાં ભાગ લેવા જશે અને પછી બેરૂતમાં બે ડબલ્યૂટીટી ફીડર ટુર્નામેન્ટમાં ભાગ લેવા જશે.