રોહિત શર્માના ટેસ્ટ કરિયરનો ધ એન્ડ! ટીમમાંથી પડતો મુકાનાર પહેલો કેપ્ટન બની શકે છે
સિડની: ઇન્ડિયન ક્રિકેટ ટીમ (Indian Cricket Team) હાલ ખુબ જ ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી(BGT) 2024-25માં ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. સિરીઝની અંતિમ મેચ આવતી કાલે શુક્રવારથી સિડનીમાં રમાશે, ટીમ ઇન્ડિયા સિરીઝમાં 1-2થી પાછળ ચાલી રહી છે. છેલ્લી મેચ ભારત માટે ‘કરો યા મારો’નો જંગ હશે. ટીમમાં અસંતોષ ફેલાયો જોવાના પણ અહેવાલો છે. ચોંકાવનારી વાત એ છે કે અંતિમ ટેસ્ટ મેચમાં ટીમના કેપ્ટન રોહિત શર્મા(Rohit Sharma)નું સ્થાન નક્કી નથી.
આજે ગુરુવારે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે રોહિત શર્માના રમવા અંગે સ્પષ્ટતા કરી ન હતી. જો આવતી કાલે રોહિત ટોસ માટે નહીં આવે તો એનો મતલબ એવો પણ થઇ શકે છે કે રોહિતે તેની ટેસ્ટ કારકિર્દીનો અંતિમ મેચ મેલબોર્નમાં રમી (Rohit Sharma Retierment) લીધી.
આ પણ વાંચો: શુભમન ગિલ સહિત 4 ક્રિકેટરોની થઈ શકે છે ધરપકડ, જાણો શું છે મામલો
રોહિતનો ફ્લોપ શો:
પીચ પર વધુ બાઉન્સ અને સીમ મૂવમેન્ટ વાળા બોલ રમી ન શકતો હોવાથી ટીકાઓનો રોહિત સામનો કરી રહ્યો છે. છેલ્લી 5 ઇનિંગ્સમાં તે માત્ર 31 રન જ બનાવી શક્યો છે. જો રોહિતને ટીમની બહાર રાખવામાં આવશે તો ખરાબ ફોર્મના કારણે ટીમમાંથી બહાર થનારો રોહિત પ્રથમ કેપ્ટન હશે.
આ સિવાય ટીમમાં અસંતોષના પણ સમાચાર છે. રવિચંદ્રન અશ્વિને સિરીઝના મધ્યમાં નિવૃત્તિ લેવાના નિર્ણયથી આ અટકળોને ટેકો મળ્યો હતો, જે એક કેપ્ટન તરીકે રોહિતની ખામીને દર્શાવે છે.
કાલે જ નિવૃત્તિ જાહેર કરી શકે છે:
એક અહેવાલ મુજબ રોહિત શર્મા આવતી કાલે જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી શકે છે, તો એવા પણ અહેવાલ છે કે મેચના અંતિમ દિવસે સિરીઝના સમાપન વખતે નિવૃત્તિ જાહેર કરશે. નોંધનીય છે કે મહેન્દ્ર સિંહ ધોની અને અનિલ કુંબલેએ સિરીઝની મધ્યમાં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. રોહિતના કિસ્સામાં પણ આવું થઇ શકે છે. જોકે આ અંગે હજુ કઈ સ્પષ્ટ નથી.
આ પણ વાંચો: IND vs AUS 5th Test: ઋષભ પંતને પડતો મુકાશે? આ યુવા ખેલાડીને તક મળી શકે છે
ગૌતમ ગંભીરેના સંકેત:
ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરસનમાં રોહિતને બહાર રાખવા અંગે સ્પષ્ટતા કરી ન હતી. પરંતુ તેણે કહ્યું હતંમ કે માત્ર પ્રદર્શનના આધારે કોઈપણ ખેલાડી ભારતીય ડ્રેસિંગ રૂમમાં રહી શકે છે.
ગંભીરે પ્લેઈંગ ઈલેવન જાહેર કરી ન હતી, પરંતુ એવા સંકેતો છે કે ભારતીય ટીમ શુભમન ગિલને ત્રીજા નંબર પર ઉતારી શકે છે.
વર્તમાન સિરીઝમાં ભારતીય ટીમનું પ્રદર્શન અસરકારક રહ્યું નથી અને કેપ્ટન અને બેટ્સમેન તરીકે રોહિત માટે આ સૌથી ખરાબ તબક્કો છે. ભલે તે નિવૃત્તિની જાહેરાત કરે કે ન કરે, પરંતુ સિડની પછી તેના માટે વધુ ટેસ્ટ ક્રિકેટ રમવું શક્ય જણાતું નથી.