સાઉથ આફ્રિકાનો એક દાવ અને ૩૨ રનથી ભવ્ય વિજય | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

સાઉથ આફ્રિકાનો એક દાવ અને ૩૨ રનથી ભવ્ય વિજય

સેન્ચુરિયન: સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતની એક દાવ અને ૩૨ રનથી કારમી હાર થઇ છે. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ શ્રેણીમાં ૧-૦ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ટીમનું દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત શ્રેણી જીતવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું હતું. હવે બીજી ટેસ્ટ ૩ જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે. ભારતીય ટીમની નજર આ મેચ જીતીને શ્રેણી ૧-૧થી બરાબર કરવા પર રહેશે.

મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયા બીજા દાવમાં ૧૩૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પહેલા ભારતે પ્રથમ દાવમાં ૨૪૫ રન કર્યા હતા. આ સાથે જ દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવમાં ૪૦૮ રન ફટકાર્યા હતા. આફ્રિકાની ટીમને પ્રથમ દાવમાં ૧૬૩ રનની લીડ મળી હતી. આ મેચ જીતીને દક્ષિણ આફ્રિકાએ શ્રેણીમાં ૧-૦ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં ભારતની હાર માટે સંપૂર્ણપણે ભારતીય બેટ્સમેનો જવાબદાર હતા. જોકે કેએલ રાહુલે પ્રથમ દાવમાં સદી ફટકારી હતી જ્યારે વિરાટ કોહલીએ બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી, પરંતુ અન્ય બેટ્સમેનો સારું પ્રદર્શન કરી શક્યા નહોતા. પ્રથમ દાવમાં દક્ષિણ આફ્રિકાએ ડીન એલ્ગરની ૧૮૫ રનની ઇનિંગ્સના આધારે ૪૦૮ રન કર્યા હતા અને ૧૬૩ રનની લીડ મેળવી. ટીમ ઈન્ડિયા બીજા દાવમાં ૧૩૧ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. વિરાટ કોહલીએ ૭૬ રનની સંઘર્ષપૂર્ણ ઇનિંગ રમી હતી, પરંતુ તેને અન્ય બેટ્સમેનોનો સાથ મળી
શક્યો નહોતો.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button