સ્પોર્ટસ

વન-ડેના 54 વર્ષના ઇતિહાસમાં સાઉથ આફ્રિકાનો બ્રિત્ઝકી એવો પહેલો ખેલાડી છે જેણે ડેબ્યૂ મૅચમાં…

કરાચીઃ પાકિસ્તાનમાં ચાલી રહેલી વન-ડેની ટ્રાયેન્ગ્યુલરમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની મૅચમાં સાઉથ આફ્રિકાના નવા ઓપનર મૅથ્યૂ બ્રિત્ઝકીએ સનસનાટી મચાવી દીધી છે. વન-ડેના 54 વર્ષના ઇતિહાસમાં તે એવો પ્રથમ બૅટર બન્યો છે જેણે ડેબ્યૂ વન-ડેમાં 150 રન બનાવ્યા છે.

26 વર્ષના રાઇટ-હૅન્ડ બૅટર બ્રિત્ઝકીએ વેસ્ટ ઇન્ડિઝના બૅટિંગ-લેજન્ડ ડેસ્મંડ હેઇન્સનો 47 વર્ષ જૂનો વિશ્વ વિક્રમ તોડ્યો છે. હેઇન્સે 1978માં ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં 148 રન બનાવ્યા હતા. હેઇન્સની એ પહેલી જ વન-ડે હતી. અત્યાર સુધી દુનિયાનો કોઈ પણ બૅટર હેઇન્સનો એ વિક્રમ નહોતો તોડી શક્યો, પણ બ્રિત્ઝકીએ એ કરી દેખાડ્યું છે.

આપણ વાંચો: વન-ડેમાં ડેબ્યૂ કરનાર બીજો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો વરુણ ચક્રવર્તી

https://twitter.com/ICC/status/1888864138673180781

સાઉથ આફ્રિકા વતી છેલ્લા દોઢ વર્ષ દરમ્યાન એક ટેસ્ટ અને 10 ટી-20 રમી ચૂકેલા બ્રિત્ઝકીએ ન્યૂ ઝીલૅન્ડ સામેની આજની મૅચમાં 148 બૉલમાં પાંચ સિક્સર અને અગિયાર ફોરની મદદથી 150 રન બનાવ્યા હતા.

https://twitter.com/CricCrazyJohns/status/1888866118842085392

તેણે કૅપ્ટન ટેમ્બા બવુમા (20 રન) સાથે 37 રનની સાધારણ ઓપનિંગ પાર્ટનરશિપ કર્યા પછી જેસન સ્મિથ (41 રન) સાથે બીજી વિકેટ માટે 93 રનની અને પછી ચોથી વિકેટ માટે વિઆન મુલ્ડેર (64 રન) સાથે 131 રનની ભાગીદારી કરીને સાઉથ આફ્રિકાને ટોટલ 300 રનને પાર લઈ જવામાં મોટું યોગદાન આપ્યું હતું.

બ્રિત્ઝકીનો એકમાત્ર ટેસ્ટમાં ઝીરો હતો, પણ 10 ટી-20માં તેણે એક હાફ સેન્ચુરીની મદદથી 151 રન બનાવ્યા છે.


વન-ડે ડેબ્યૂમાં સૌથી વધુ સ્કોર

(1) મૅથ્યૂ બ્રિત્ઝકીઃ 150 રન, ન્યૂ ઝીલૅન્ડ સામે
(2) ડેસ્મંડ હેઇન્સઃ 148 રન, ઑસ્ટ્રેલિયા સામે
(3) રહમનુલ્લા ગુરબાઝઃ 127 રન, આયરલૅન્ડ સાર્મે
(4) કૉલિન ઇન્ગ્રમઃ 124 રન, ઝિમ્બાબ્વે સામે
(5) માર્ક ચૅપમૅનઃ 124 રન, યુએઇ સામે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button