અયોઘ્યા: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની મેચનો આવતીકાલથી પ્રારંભ થશે ત્યારે તમામ ટીમ સુપર પ્રદર્શન માટે કમર કસી છે. પહેલી મેચ રોયલ ચેલેંજેર (RCB) અને ચેન્નઇ સુપર કિંગ (CSK) રમાશે એ પહેલા લખનઊ સુપર જાયન્ટ્સના વિદેશી ખેલાડીએ અયોધ્યામાં ભગવાન રામજીના દર્શન કરીને ફરી ચર્ચામાં આવ્યો છે.
દક્ષિણ આફ્રિકાના ભારતીય મૂળના સ્પિનર બોલર કેશવ મહારાજે આજે રામ લલ્લાના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. દક્ષિણ આફ્રિકાના જાણીતા સ્પિનર બોલર કેશવ મહારાજે રામ મંદિરની મુલાકાત લઇને સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ પણ લખી હતી.
કેશવ મહારાજે ઈન્સ્ટાગ્રામ પર Jai Shree Raam, blessing to everyone કેપ્શન લખ્યું હતું. આ પોસ્ટ કર્યા પછી કેશવ મહારાજની પોસ્ટ પણ સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ હતી. આ અગાઉ અયોઘ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠાન મહોત્સવના કાર્યક્રમ વખતે પણ હાજર રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પણ ત્યાં હાજર નહિ રહ્યા પાછી પોસ્ટ લખીને પણ ચર્ચામાં રહયો હતો.
કેશવ મહારાજની બીજી એક ખાસિયત છે કે તે જ્યારે રમતમાં આવે ત્યારે પણ ભગવાન રામજીની ધૂન પણ વગાડવામાં આવે છે અને તે ભારતીય સંસ્કૃતિને પણ અનુસરે છે. અહીં એ જણાવવાનું કે લખનઉ સુપર જાયન્ટ્સ 24મી માર્ચના રાજસ્થાન રોયલ સાથે રમશે.