સ્પોર્ટસ

સાઉથ આફ્રિકાનો પંચાવન રનમાં વીંટો વળી ગયો: સિરાજનો સપાટો, બુમરાહ-મુકેશનું મેજિક

એલ્ગરે ટૉસ ઉછાળ્યો હતો. તેની આ આખરી ટેસ્ટ છે.

કેપ ટાઉન : સાઉથ આફ્રિકાએ ભારત સામેની સેન્ચુરિયનની પ્રથમ ટેસ્ટ એક દાવ અને ૩૨ રનથી જીતી લીધી હતી અને શ્રેણીમાં ૧-૦થી સરસાઈ મેળવી હતી, પરંતુ કેપ ટાઉનમાં શરૂ થયેલી બીજી ટેસ્ટમાં પહેલા દિવસે પ્રથમ સેશનમાં જ એનો અભૂતપૂર્વ ધબડકો થયો હતો અને પેસ બોલર મોહમ્મદ સિરાજ આ પતનનો સૂત્રધાર હતો. સાઉથ આફ્રિકાની ટીમ લંચના બ્રેક પહેલાં ફક્ત ૨૩.૨ ઓવરમાં પંચાવન રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. દસમાંથી છ વિકેટ તેણે લીધી હતી. જસપ્રીત બુમરાહ અને મુકેશ કુમારે બે-બે વિકેટ લીધી હતી. નવાઈની વાત એ છે કે ટીમના કમબેક સ્પિનર રવીન્દ્ર જાડેજાને બોલિંગ આપવાની જરૂર જ નહોતી પડી.

કેપ ટાઉનમાં ભારત ક્યારેય ટેસ્ટ નથી જીત્યું, પણ આ વખતે જીતવાની સોનેરી તક છે.

કાર્યવાહક કેપ્ટન ડીન એલ્ગરની કરીઅરની આ છેલ્લી ટેસ્ટ છે અને એમાં જ તેણે ટોસ જીતીને બેટિંગ પસંદ કર્યા બાદ પતન જોવું પડ્યું. સિરાજના બોલમાં ઓપનર એઇડન માર્કરમ માત્ર બે રન બનાવીને આઉટ થઈ ગયો ત્યાર બાદ ખુદ એલ્ગરે ફક્ત ૪ રન બનાવી સિરાજની જ બોલિંગમાં વિકેટ ગુમાવીને મેદાન પરથી વિદાય લીધી અને પછી તો લાઇન લાગી ગઈ હતી. આયારામ-ગયારામની આ સ્થિતિમાં જોતજોતામાં યજમાન ટીમનો પંચાવન રનમાં વીંટો વળી ગયો હતો. એક તબક્કે યજમાન ટીમે માત્ર ૧૫ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર પછી ૩૪મા રને ઉપરાઉપરી બે વિકેટ પડી હતી. એ તબક્કે ટીમનો સ્કોર ૬ વિકેટે ૩૪ રન હતો. હજી તો માર્કો યેનસેન ડ્રેસિંગ-રૂમમાં જઈને શ્વાસ લે ત્યાં તો વિકેટકીપર કાઇલ વેરેન પણ આઉટ થઈને પેવિલિયનમાં તેની બાજુમાં બેસી ગયો હતો.

પહેલી આ સાતમાંથી છ વિકેટ સિરાજે ફક્ત ૧૫ રનમાં લીધી હતી. સિરાજની ૯માંથી ૩ ઓવર મેઇડન હતી. બે વિકેટ જસપ્રીત બુમરાહના અને બે વિકેટ મુકેશ કુમારના ભાગે આવી હતી. મુકેશ કુમારને મોડે-મોડે બોલિંગ અપાઈ હતી અને બે વિકેટ લઈને બન્ને મેઇડન ઓવરમાં એક પણ રનના ખર્ચ વગર બે વિકેટ લઈને છવાઈ ગયો હતો. માત્ર બે બેટર ડેવિડ બેડિંગમ (૧૨) અને વિકેટકીપર કાઇલ વેરેન (૧૫) ડબલ ડિજિટમાં રન બનાવી શક્યા હતા. સિરાજની છમાંથી ચાર વિકેટ એવી હતી જેમાં બે બેટર્સના કેચ યશસ્વી જયસ્વાલે અને બે કેચ વિકેટકીપર કે.એલ. રાહુલે પકડ્યા હતા. આ ઇનિંગ્સમાં યશસ્વીએ ખરેખર તો ત્રણ કેચ ઝીલ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા