ભારત સામેની ટેસ્ટના બીજા દિવસે સાઉથ આફ્રિકાએ મેળવી લીડ | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

ભારત સામેની ટેસ્ટના બીજા દિવસે સાઉથ આફ્રિકાએ મેળવી લીડ

સેન્ચુરિયન: ભારત સામેની પ્રથમ ટેસ્ટનો બીજો દિવસ સાઉથ આફ્રિકાના નામે રહ્યો હતો. સાઉથ આફ્રિકાએ ૬૬ ઓવરમાં પ્રથમ દાવમાં પાંચ વિકેટના નુકસાન પર ૨૫૬ રન કરી લીધા
હતા.

આ સાથે સાઉથ આફ્રિકાએ પ્રથમ દાવમાં ૧૧ રનની લીડ મેળવી લીધી હતી. ડીન એલ્ગરે શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. તે ૨૧૧
બોલમાં ૧૪૦ રન ફટકારી રમી રહ્યો હતો.

અગાઉ સાઉથ આફ્રિકાની પહેલી વિકેટ એડન માર્કરમના રૂપમાં પડી હતી. તે ૧૭ બોલમાં ૫ રન કરીને આઉટ થયો હતો. દક્ષિણ આફ્રિકાની બીજી વિકેટ ટોની ડી જ્યોજીના રૂપમાં પડી હતી.
જસપ્રીત બુમરાહે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. જ્યોર્જીએ ૨૮ રન કર્યા હતા. બાદમાં મોહમ્મદ સિરાજે ડેવિડ બેડિંગહામને બોલ્ડ કર્યો હતો. ડેવિડ બેડિંગહામે ૮૭ બોલમાં ૫૬ રન ફટકાર્યા હતા. પ્રસિદ્ધ કૃષ્ણાએ કાઇલ વેરિનને આઉટ કર્યો હતો. કાઇલ વેરિને ૭ બોલમાં ૪ રન કર્યા હતા.

અગાઉ ભારતીય પ્રથમ દાવમાં ૨૪૫ રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. કેએલ રાહુલે શાનદાર સદી ફટકારી હતી. રાહુલે ૧૩૭ બોલનો સામનો કરીને ૧૦૧ રન ફટકાર્યા
હતા.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button