IND VS SA: ચાઇના મેનની દક્ષિણ આફ્રિકામાં કમાલ, બર્થ ડેના દિવસે ભારતને આપી મોટી ભેટ

જૉહનિસબર્ગ: અહીંયા રમાયેલી ભારત અને દક્ષિણ વચ્ચેની છેલ્લી ટવેન્ટી 20 મેચમાં સૂર્ય કુમારની વિસ્ફોટક બેટિંગ અને કુલદીપ યાદવની ઘાતક બોલિંગ ને કારણે ભારત મોટા માર્જિનથી દક્ષિણ આફ્રિકા સામે મેચ જીત્યું હતું.
ગઈકાલે સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 106 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું હતું. ત્રણ મેચની T20 શ્રેણી 1-1થી બરાબર કરી હતી. અહીંની મેચમાં સૂર્યકુમાર યાદવ અને કુલદીપ યાદવ ભારત માટે મેચ વિનર સાબિત થયા હતા. સૂર્યાએ માત્ર 56 બોલમાં સાત ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી ટી-20માં પોતાની ચોથી સદી ફટકારીને રોહિત શર્મા અને ગ્લેન મેક્સવેલની સિદ્ધિની બરાબરી કરી હતી, જ્યારે કુલદીપે (2.5 ઓવરમાં) માત્ર 17 બોલમાં 17 રન આપીને પાંચ રન વિકેટ ઝડપીને પોતાનો જન્મદિવસ યાદગાર બનાવ્યો હતો.
ચાઈનામેન તરીકે ઓળખાતા કુલદીપની શાનદાર બોલિંગને કારણે જ ભારતના 201 રનના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 13.5 ઓવરમાં માત્ર 95 રનમાં જ સમેટાઈ ગઈ હતી.ખાસ વાત એ હતી કે 14 ડિસેમ્બરના ગુરુવારે જ કુલદીપ તેનો જન્મદિવસ હતો અને આ પ્રસંગે તેણે ‘પાંચ વિકેટ’ની ઝડપીને ભારતને મોટી ભેટ આપી હતી.
T20માં 5 વિકેટ લેનાર ભુવનેશ્વર કુમાર પછી ભારતનો બીજો બોલર બન્યો હતો. કુલદીપ યાદવ ટવેન્ટી 20 ઈન્ટરનેશનલમાં 5 કે તેથી વધુ વિકેટ લેનારો ભારતનો બીજો બોલર બની ગયો છે. તેણે ભુવનેશ્વર કુમારના રેકોર્ડની બરોબરી કરી છે, જેમાં ભુવીએ 2018માં દક્ષિણ આફ્રિકા અને 2022માં અફઘાનિસ્તાન સામે એક ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. એ જ રીતે કુલદીપ યાદવની વાત કરીએ તો ગઈકાલની મેચ પહેલા કુલદીપે વર્ષ 2018માં ઈંગ્લેન્ડ સામે ટી20 ઈન્ટરનેશનલમાં પાંચ વિકેટ ઝડપી હતી. કુલદીપ સિવાય રવીન્દ્ર જાડેજાએ પણ મહત્વની બે વિકેટ ઝડપી હતી. ઉપરાંત, અર્શદીપ, મુકેશ કુમારે પણ એક એક વિકેટ લીધી હતી. હવે દક્ષિણ આફ્રિકા સામે વન ડે શ્રેણી ભારત રમશે.