સૌરવ ગાંગુલી બની ગયો હેડ-કોચઃ અચાનક આ મોટી જવાબદારી સ્વીકારી લીધી!

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટના દિગ્ગજ, ભૂતપૂર્વ સુકાની અને ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલી (Saurav Ganguly)ને ભવિષ્યમાં ભારતીય ટીમનો હેડ-કોચ (Head Coach) બનવાની ઇચ્છા છે એ વાત આપણે થોડા દિવસ પહેલાં તેના જ મોઢે સાંભળી હતી.
પરંતુ એ જવાબદારી અદા કરવાનો સમય આવે એ પહેલાં તેણે એક ટીમના હેડ-કોચ તરીકેનો હોદ્દો સ્વીકારી જ લીધો છે. તે પહેલી વાર આ ભૂમિકામાં જોવા મળશે.
SAURAV GANGULY – THE NEW HEAD COACH OF PRETORIA CAPITALS IN SA 20. pic.twitter.com/bupIwnL1F4
— Md Nagori (@Sulemannagori23) August 24, 2025
વાત એવી છે કે ગાંગુલી એક જાણીતી ક્રિકેટ લીગમાં આ નવી ઇનિંગ્સ શરૂ કરી રહ્યો છે. તેને સાઉથ આફ્રિકાની એસએ20 નામની લીગ ટૂર્નામેન્ટમાં પ્રિટોરિયા કૅપિટલ્સ (Pretoria capitals) ટીમનો હેડ-કોચ નિયુક્ત કરવામાં આવ્યો છે. પ્રોફેશનલ ક્રિકેટ ટીમ સાથે ફુલ ટાઇમ કોચિંગનો તેનો આ પહેલો જ અનુભવ છે.
પ્રિટોરિયા કૅપિટલ્સે સોશ્યલ મીડિયા પર શૅર કરેલી એક પોસ્ટમાં ગાંગુલીની નિયુક્તિની જાહેરાત કરી હતી. આ ફ્રૅન્ચાઇઝીએ મીડિયામાં કોલકાતાના પ્રિન્સ’ની નવી શરૂઆત તરીકે બતાવતા જણાવ્યું, અમે સૌરવ ગાંગુલીને અમારી ટીમના નવા હેડ-કોચ ઘોષિત કરવામાં બેહદ ખુશી અનુભવીએ છીએ.’
ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ બૅટ્સમૅન જોનથન ટ્રૉટ પ્રિટોરિયા કૅપિટલ્સના હેડ-કોચના હોદ્દા પરથી હટ્યો એના બીજા જ દિવસે ગાંગુલીને આ નવી જવાબદારી સોંપાઈ છે.
એસએ20 ટૂર્નામેન્ટની નવી સીઝન આગામી 26મી ડિસેમ્બરે શરૂ થશે. પ્રિટોરિયાની ટીમ પ્રથમ સીઝનમાં ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ આ વર્ષની શરૂઆતની બીજી સીઝનમાં આ ટીમે ખરાબ પર્ફોર્મ કર્યું હતું.
આ પણ વાંચો…સૌરવ ગાંગુલી બીસીસીઆઇના ભૂતપૂર્વ સેક્રેટરી જય શાહના અભિગમ પર આફરીન…