સૌમ્ય સરકારે તોડ્યો સચિનનો રેકોર્ડ, ન્યૂઝીલેન્ડે જીતી વન-ડે સિરીઝ | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

સૌમ્ય સરકારે તોડ્યો સચિનનો રેકોર્ડ, ન્યૂઝીલેન્ડે જીતી વન-ડે સિરીઝ

નેલ્સન: બંંગલાદેશ સામેની બીજી વન-ડે મેચમાં ન્યૂઝીલેન્ડનો સાત વિકેટે વિજય થયો હતો. હેનરી નિકોલ્સ (૯૫) અને વિલ યંગ (૮૯) સદી ચૂકી ગયા પરંતુ તેમની વચ્ચે બીજી વિકેટ માટે ૧૨૮ રનની ભાગીદારીથી ન્યૂઝીલેન્ડે બીજી વન-ડેમાં બંગલાદેશને સાત વિકેટથી હરાવ્યું અને ત્રણ મેચની શ્રેણી ૨-૦થી કબજે કરી હતી. ઓપનર સૌમ્ય સરકારની ૧૬૯ રનની મદદથી બંગલાદેશે ૪૯.૫ ઓવરમાં ૨૯૧ રન કર્યા હતા. ન્યૂઝીલેન્ડે ૪૬.૨ ઓવરમાં ત્રણ વિકેટે ૨૯૬ રન કરીને મેચ જીતી લીધી હતી.

વિલ યંગે રચિન રવિન્દ્ર (૩૩ બોલમાં ૪૫ રન) સાથે પ્રથમ વિકેટ માટે ૭૬ રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. તેણે ૯૪ બોલની ઈનિંગમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. આ બંનેના આઉટ થયા બાદ કેપ્ટન ટોમ લાથમ (૩૪) અને ટોમ બ્લંડેલે (૨૪) ન્યૂઝીલેન્ડને ૨૨ બોલ બાકી રહેતા સાત વિકેટે આસાન વિજય અપાવ્યો હતો.

આ પહેલા સૌમ્ય સરકારની ૧૫૧ બોલમાં ૧૬૯ રનની ઇનિંગે ટીમને મોટો સ્કોર બનાવ્યો હતો. તે લિટન દાસ (૧૭૪ રન) પછી આ ફોર્મેટમાં બંગલાદેશ માટે એક ઇનિંગમાં સૌથી વધુ રન કરનાર બીજો ખેલાડી બન્યો હતો.

ઇનિંગની શરૂઆત કરનાર આ બેટ્સમેને ૨૨ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે સચિન તેંડુલકરનો ૧૫ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો અને ન્યૂઝીલેન્ડમાં વન-ડે મેચમાં સૌથી મોટી ઇનિંગ રમનાર એશિયન બેટ્સમેન બન્યો હતો. આ પહેલા સચિને ૨૦૦૯માં અણનમ ૧૬૩ રન કર્યા હતા. તે ૪૯મી ઓવરમાં આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી જેકબ ડફી અને વિલિયમ ઓ ‘રોર્કે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.’

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button