… તો પાકિસ્તાની ટીમને મળશે ઈન્ડિયન કોચ, આ દિગ્ગજ ક્રિકેટરે દેખાડી તૈયારી
નવી દિલ્હીઃ વર્લ્ડકપ-2023 દરમિયાન પાકિસ્તાની ટીમનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું અને પાકિસ્તાની લીગ મેચમાંથી જ બહાર થઈ ગઈ હતી અને પાછી પાકિસ્તાન ભેગી થઈ ગઈ હતી. ત્યાર બાદ પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમે કેપ્ટનશિપ છોડી દીધી, જેને કારણે પાકિસ્તાની ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો હતો.
મેનેજમેન્ટથી લઈને કોચિંગ સ્ટાફ સુધી પાકિસ્તાની ટીમમાં ઘણું બધું બદલાઈ ગયું છે. હાલમાં પાકિસ્તાની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે અને આ પ્રવાસ દરમિયાન ટીમ ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમશે. આ બધી ધમાલની વચ્ચે જ એક ભારતીય દિગ્ગજ હસ્તીએ પાકિસ્તાની ટીમના કોચ બનવા પર ચોંકાવનારી ટિપ્પણી કરી છે.
ઈન્ડિયન ટીમના ભૂતપૂર્વ દિગ્ગલ ખેલાડી અજય જાડેજાએ કહ્યું છે કે તેમણે પાકિસ્તાની ટીમના કોચ બનવા સામે કોઈ પણ પ્રકારનો વાંધો નથી. વાત જાણે એમ છે એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમને પાકિસ્તાની ટીમના કોચ બનવા અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો અને તેમણે આ સવાલના જવાબમાં કહ્યું હતું કે હું તૈયાર છું. અફઘાનિસ્તાનની ટીમ સાથેના મારા અનુભવની વાત કરું તો મને એવું લાગે છે કે પાકિસ્તાની ટીમ પણ અફઘાનિસ્તાન જેવી જ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટરે કહ્યું હતું કે વર્લ્ડકપ-2023 દરમિયાન અફઘાનિસ્તાને સારું પ્રદર્શન કર્યું છે. અહીંયા તમારી જાણ માટે કે અજય જાડેજા અફઘાનિસ્તાનની ટીમ સાથે મેન્ટોર તરીકે જોડાયેલા હતા. અફઘાનિસ્તાને આ પહેલાં થયેલી બે ટુર્નામેન્ટમાં માત્ર એક જિત હાંસિલ કરી હતી.
વર્લ્ડકપ-2023માં ચાર મેચ જીતીને અફઘાનિસ્તાને ટૂર્નામેન્ટ પૂરી કરી હતી. અફઘાનિસ્તાનની ટીમ છઠ્ઠા સ્થાને રહી હતી. આ સાથે સાથે જ તેમણે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય કરપ્યું હતું. અફઘાનિસ્તાને આ ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ સામે યાદગાર જીત હાંસિલ કરી હતી.