તો શું અહીંયા નહિ રમાય ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ? બદલાયું રમતનું મેદાન

ટાઇટલ વાંચીને ચોંકી ગયા ને? અમે અહીં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કપ મેચની વાત નથી કરી રહ્યા! તે તો બિલકુલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ યોજાવાની છે…
અમે વાત કરી રહ્યા છીએ વર્લ્ડ કપ-2023 પછી શરૂ થનારી T-20 સિરીઝની. વર્લ્ડ કપ-2023 પછી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 23 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી પાંચ મેચની T-20 સિરીઝ યોજાવાની છે. જો કે આ સિરીઝના શેડ્યુલમાં એક મોટો ફેરફાર થયો છે.
કેટલાક મીડિયા અહેવાલો મુજબ આ મહિનાની શરૂઆતમાં એવી માહિતી મળી હતી કે 3 ડિસેમ્બરે હૈદરાબાદમાં યોજાનારી મેચ ચૂંટણીને કારણે બેંગલુરુમાં શિફ્ટ કરવામાં આવી છે. ઉપરાંત ચોથી T20 મેચ કે જે નાગપુરમાં યોજાવાની હતી તે છત્તીસગઢના રાયપુરમાં યોજાશે.

જો કે BCCI તરફથી આ શિફ્ટિંગ અંગેની સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. ઉપરાંત, આ શ્રેણી માટેની ટીમ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર આ સીરીઝમાં સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતા જોવા મળી શકે છે. કારણ કે રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવશે, ઉપરાંત હાર્દિક પંડ્યા પણ હજુ ઇજાગ્રસ્ત છે.
ભારત-ઓસ્ટ્રેલિયા T20 શ્રેણીનું શેડ્યૂલ
1લી T20- 23 નવેમ્બર (વિશાખાપટ્ટનમ)
બીજી T20- 26 નવેમ્બર (તિરુવનંતપુરમ)
ત્રીજી T20- 28 નવેમ્બર (ગુવાહાટી)
ચોથી T20- 1 ડિસેમ્બર (રાયપુર) જે અગાઉ નાગપુરમાં યોજાવાની હતી.
પાંચમી T20 3 ડિસેમ્બરે (બેંગલુરુ) જે અગાઉ હૈદરાબાદમાં યોજાવાની હતી.