નવી દિલ્હીઃ નવી દિલ્હીની હવા ઝેરી બની ગઈ છે અને અહીંનો એક્યુઆઈ ખૂબ જ ચિંતાજનક સ્થિતીમાં પહોંચી ગયું છે. હવે વાયુ પ્રદુષણનું ગ્રહણ વર્લ્ડકપ-2023ની મેચને પણ લાગી ગયુ છે. વાત જાણે એમ છે કે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રવિવારે એટલે કે સોમવારના બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની મેચને લઈને મહત્ત્વની માહિતી સામે આવી છે, કારણ કે આ મેચ પર જોખમ તોળાઈ રહ્યું છે.
મળી રહેલી માહિતી પ્રમાણે બંને ટીમ દિલ્હીની ખરાબ હવાને કારણે પ્રેક્ટિસ કરી શકી નહોતી. બાંગ્લાદેશે ઝેરી હવાને કારણે શુક્રવારે પોતાની ટ્રેઈનિંગ રદ કરી હતી. શ્રીલંકન ટીમની હાલત પણ આવી જ હતી અને શનિવારે શ્રીલંકન ટીમ પણ પ્રેક્ટિસ કરી શકી નહોતી.
આઈસીસીએ આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે દિલ્હીની હવામાનની પરિસ્થિતિ પર અમે ક્લોઝલી વોચ રાખી રહ્યા છે. આઈસીસી અને અમારા હોસ્ટ બીસીસીઆઈની પ્રાયોરિટી ટીમની ભલાઈ છે. હાલમાં દિલ્હીની હવાની ગુણવત્તાનો અભ્યાસ કરાઈ રહ્યો છે અને નિષ્ણાતોની સલાહ પણ લેવાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છ વર્ષ પહેલાં નવી દિલ્હીમાં ભારત અને શ્રીલંકાની મેચ દરમિયાન પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી અને ત્યારે મેદાન પર અનેક ખેલાડીઓને ઉલટીઓ થઈ હતી. મુંબઈમાં પણ હવાની ગુણવત્તા દિવસે દિવસે કથળી રહી છે. એવામાં બંને ટીમ કઈ રીતે મેચ રમશે એ એક સવાલ છે.
બાંગલાદેશ પહેલાંથી સેમિફાઈનલની રેસમાંથી આઉટ થઈ ગઈ છે, જ્યારે શ્રીલંકાની ટીમ પણ રેસમાંથી બહાર થવાની અણી પર છે. બાંગ્લાદેશને તેની છેલ્લી મેચમાં પાકિસ્તાન સામે સાત વિકેટથી થઈ હતી અને એ જ સમયે તે સેમિફાઈનલમાંથી બહાર થઈ ગઈ હતી. જ્યારે શ્રીલંકાને ગુરુવારે વાનખેડે ખાતે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ 302 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
Taboola Feed