સ્પોર્ટસ

આ ભારતીય ખેલાડીને મળ્યો ICC ODI પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ; ગત વર્ષે કર્યું શાનદાર પ્રદર્શન

મુંબઈ: ICC એવાર્ડની જાહેરાત કરવામાં આવી રહી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાને ICCએ 2024 માટે બેસ્ટ ODI ક્રિકેટર તરીકે પસંદ(Smruti Mandhana ICC ODI player of the year) કરી છે. સ્મૃતિને ICC દ્વારા ODI ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવી છે. ગત વર્ષે સ્મૃતિએ શાનદાર પ્રદર્શન કરીને ઘણી મોટી ઇનિંગ્સ રમી અને ટીમને મહત્વની જીત અપાવી. સ્મૃતિ મંધાનાએ તેની કારકિર્દીમાં બીજી વખત ODI ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ જીત્યો છે.

આ પણ વાંચો: ડબલ સેન્ચુરી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર: મિતાલી રાજ

ગત વર્ષે સ્મૃતિનું પ્રદર્શન:
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના વાઈસ-કેપ્ટનની જવાબદારી સાંભળતા સ્મૃતિ મંધાનાએ 2024 માં ODI ક્રિકેટની 13 ઇનિંગ્સમાં 747 રન બનાવ્યા હતા, વર્ષ 2024 સ્મૃતિ માટે તેના કરિયરનું બેસ્ટ રહ્યું. તે 2024 માં ODI માં મહિલા ક્રિકેટમાં માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહી.

ગત વર્ષે સ્મૃતિ મંધાનાએ 57.86 ની એવરેજથી રન બનાવ્યા અને 95.15 ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી. આ ઉપરાંત, તેણે વર્ષ 2024 માં વનડેમાં 95 ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા.

આ પણ વાંચો: ભારતની આ સ્ટાર મહિલા ક્રિકેટર નંબર-વનની રૅન્કથી એક જ ડગલું દૂર

સ્મૃતિ મંધાનાએ ગયા વર્ષે ચાર સદી ફટકારી હતી. 2024માં સૌથી વધુ રનની બાબતે તેના પછી 697 રન સાથે દક્ષિણ આફ્રિકાની લૌરા વોલ્વાર્ડ, 554 રન સાથે ઇંગ્લેન્ડની ટેમી બ્યુમોન્ટ અને 469 રન સાથે વેસ્ટ ઇન્ડીઝની હેલી મેથ્યુઝનો નંબર આવે છે.

આ વર્ષે સ્મૃતિની સૌથી યાદગાર ઇનિંગ ઓસ્ટ્રેલિયા સામે રહી,તેણે 105 રન બનાવ્યા. ભારત મેચ હારી ગયું હોવા છતાં, સ્મૃતિએ સદીએ ઓસ્ટ્રેલિયાના બોલર્સને જોરદાર મુકાબલો કર્યો. તેને ઇનિંગમાં 14 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 109 બોલમાં 105 રન બનાવ્યા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button