સ્મૃતિ મંધાનાનાં લગ્ન નજીક આવી ગયાંઃ જેમિમા અને બીજી ખેલાડીઓ સાથે પ્રી-વેડિંગ ઇવેન્ટમાં ખૂબ ડાન્સ કર્યો

મુંબઈઃ નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં બીજી નવેમ્બરે ભારતની મહિલા ક્રિકેટરોએ પહેલી જ વખત વર્લ્ડ કપ ટ્રોફી જીતીને નવો ઇતિહાસ રચ્યો ત્યાર બાદ હવે ટીમની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના (Smriti Mandhana) જિંદગીમાં નવી ઇનિંગ્સ શરૂ કરવાની તૈયારીમાં છે.
આ અઠવાડિયે તેનાં લગ્ન છે. ભારતીય ટીમની આ સ્ટાઇલિશ લેફ્ટ-હૅન્ડ બૅટર જાણીતા મ્યૂઝિક કમ્પોઝર અને ડિરેકટર પલાશ મુચ્છલ સાથે લગ્નગ્રંથિથી (Wedding) જોડાઈ રહી છે.
આપણ વાચો: સ્મૃતિ મંધાનાનાં લગ્નની કંકોત્રી લીક થઈ ગઈ! જોકે ફૅન્સના માનવામાં જ નથી આવતું…
સ્મૃતિ મંધાનાએ ગુરુવારે ફેમસ ગીતોની ધૂન પર વર્લ્ડ ચૅમ્પિયન ટીમની ખેલાડીઓ (જેમિમા રૉડ્રિગ્સ, રાધા યાદવ વગેરે) સાથે ડાન્સ (Dance) કરીને વાજતેગાજતે પ્રી-વેડિંગ ઇવેન્ટ માણી હતી. સ્મૃતિએ એન્ગેજમેન્ટ રિંગ પણ બતાવીને ચાહકોને સંકેત આપી દીધો હતો કે તે હવે ગણતરીના કલાકોમાં સિંગલમાંથી ડબલ થવા જઈ રહી છે.
ડાન્સની ઇવેન્ટમાં પછીથી હરમનપ્રીત કૌર, શેફાલી વર્મા, રિચા ઘોષ, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, સ્નેહ રાણા, અમનજોત કૌર, રેણુકા સિંહ ઠાકુર વગેરે ખેલાડીઓ પણ જોડાઈ હતી.
આપણ વાચો: સંગીતકાર પલાશ મુચ્છળના હાથ પર ગર્લફ્રેન્ડ સ્મૃતિ મંધાનાના નામવાળું અનોખું ટૅટૂ
સ્મૃતિ પર શુભેચ્છાનો વરસાદ
સ્મૃતિ અને સાથી ખેલાડીઓ ` સમજો હો હી ગયા…’ ગીતની ધૂન પર ખૂબ નાચી હતી. આ યાદગાર ક્ષણોને લગતા ફોટો અને વીડિયો વાઇરલ થતાં જ સોશ્યલ મીડિયામાં સ્મૃતિને અનેક લોકોની શુભેચ્છા આવવા લાગી હતી. ટૂંકમાં, સ્મૃતિ-પલાશ માટે આ વીકએન્ડ ખૂબ વ્યસ્ત અને અવિસ્મરણીય છે એટલે તેમણે વધુ શુભેચ્છાના વરસાદ માટે તૈયાર રહેવું પડશે.
2024માં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી)ની મહિલા ટીમને ડબ્લ્યૂપીએલનું પ્રથમ ટાઇટલ અપાવનાર સ્મૃતિની મ્યૂઝિશ્યન પલાશ મુચ્છલ સાથે 2019થી રિલેશનશિપ છે. જુલાઈ, 2024માં તેમણે આ રિલેશનશિપની જાહેરાત કરી હતી અને ત્યારથી મીડિયામાં તેમની તસવીરો વધી ગઈ છે.
આપણ વાચો: વિરાટ કોહલીથી લઈને સ્મૃતિ મંધાનાએ દેશવાસીઓને દિવાળીની પાઠવી શુભેચ્છાઓ, જુઓ શું લખ્યું?
લગ્ન ક્યારે અને ક્યાં
સ્મૃતિ-પલાશના લગ્નની જે કંકોત્રી મીડિયામાં વાઇરલ થઈ છે એ મુજબ તેમના લગ્ન રવિવાર, 23મી નવેમ્બરે સાંગલીમાં યોજાશે. એ સાથે, ક્રિકેટ-સંગીતનું મધુર મિલન થશે. બન્નેના પરિવારો લગ્નની તૈયારીમાં ખૂબ વ્યસ્ત છે.
જેમિમા બિગ બૅશ છોડીને મુંબઈ આવી
વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા સામેની સેમિ ફાઇનલમાં અણનમ 127 રન કરનાર જેમિમા રૉડ્રિગ્સ મુંબઈ આવી ગઈ છે અને સ્મૃતિનાં લગ્ન બાદ પાછી ઑસ્ટ્રેલિયા જશે. તેણે સ્મૃતિના લગ્ન માટે મહિલાઓ માટેની બિગ બૅશમાંથી થોડા દિવસનો બે્રક લીધો છે. આ વિશે તેણે અગાઉથી જ પોતાના ફ્રૅન્ચાઇઝીને જાણ કરી દીધી હતી.



