સ્મૃતિ મંધાનાના પિતા બાદ હવે આ નજીકની વ્યક્તિની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ…

ઈન્ડિયન વિમેન્સ ટીમની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાના દિવસો ખાસ કંઈ સારા નથી ચાલી રહ્યા. ગઈકાલે સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલના લગ્ન થવાના હતા, પરંતુ ગઈકાલે જ સ્મૃતિના પિતાને હાર્ટ એટેક આવતા તેમને હોસ્પિટલાઈઝ્ડ કરવા પડ્યા હતા. જેને કારણે સ્મૃતિ અને પલાશના લગ્ન મોકુફ રહ્યા હતા અને હવે એવી માહિતી સામે આવી રહી છે કે પલાશ મુચ્છલની તબિયત બગડતાં તેને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
સ્મૃતિ મંધાના અને મ્યુઝિક ડિરેક્ટર પલાશ મુચ્છલ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આખરે 23મી નવેમ્બરના સાત ફેરા લેવાના હતા. પરંતુ લગ્ન પહેલાં જ સ્મૃતિ મંધાનાના પિતા શ્રીનિવાસ મંધાનાને હાર્ટ એટેક આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્મૃતિ તેના પિતાની નજીક છે અને આ જ કારણસર તેણે પિતાની તબિયત સારી ના થાય ત્યાં સુધી લગ્ન મોકૂફ રાખ્યા હતા.
સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર લગ્નના થોડાક સમય પહેલાં વરરાજા પલાશ મુચ્છાલની તબિયત બગડતાં તેને પણ હોસ્પિટલાઈઝ્ડ઼ કરવો પડ્યો હતો. ડોક્ટરે તપાસ્યા બાદ પલાશને વાઈરલ ઈન્ફેક્શન અને એસિડિટીની સમસ્યા હોવાનું જણાવ્યું હતું. થોડાક સમયમાં જ હોસ્પિટલમાંથી પલાશને રજા આપી દેવામાં આવી હતી. પિતાની સાથે સાથે પતિની તબિયત બગડતાં સ્મૃતિ એકદમ પરેશાન થઈ ઉઠી હતી.
સ્મૃતિના પિતા શ્રીનિવાસ હાલમાં અંડર ઓબ્ઝર્વેશન છે અને તેમણે થોડોક સમય હજુ હોસ્પિટલમાં રહેવું પડશે. આ સાથે ડોક્ટરે એવું પણ જણાવ્યું હતું કે લગ્નની ભાગદોડ, થાક અને મેન્ટલ સ્ટ્રેસને કારણે આ હાર્ટએટેક આવ્યો હશે, એવી શક્યતા છે.
આપણ વાંચો: જોઈ લો…સાઉથ આફ્રિકાનો જૉન્ટી રહોડ્સ નંબર-ટૂ



