સ્મૃતિ મંધાનાએ એકસાથે બે નવા વર્લ્ડ રેકૉર્ડ રચ્યાં: મહિલા વન-ડેની એવી પહેલી બૅટર બની જેણે… | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

સ્મૃતિ મંધાનાએ એકસાથે બે નવા વર્લ્ડ રેકૉર્ડ રચ્યાં: મહિલા વન-ડેની એવી પહેલી બૅટર બની જેણે…

વિશાખાપટનમઃ ભારતની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના (Smriti Mandhana) મહિલાઓની વન-ડે ક્રિકેટમાં એવી પહેલી બૅટર બની છે જેણે એક કૅલેન્ડર યર (Calendar year)માં 1,000 રન કર્યા છે. આ સિદ્ધિ તેણે રવિવારે અહીં ઑસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપની મૅચમાં હાંસલ કરી હતી. તે 80 રનના પોતાના સ્કોર પર આઉટ થઈ જતાં 14મી સેન્ચુરી સુધી તો નહોતી પહોંચી શકી, પણ એ પહેલાં તેણે 2025ના વર્ષમાં 1,000 રન પૂરા કરી લીધા હતા. આ પહેલાં ક્યારેય કોઈ મહિલા બૅટરે કોઈ પણ એક કૅલેન્ડર યરમાં 1,000 રન નહોતા બનાવ્યા.

29 વર્ષની ઓપનરે મહિલા વન-ડે ક્રિકેટમાં 5,000 રન પૂરા કરવાની ઉપલબ્ધિ પણ મેળવી હતી. આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વની પાંચમી મહિલા પ્લેયર અને મિતાલી રાજ પછીની બીજી ભારતીય છે. ખૂબી તો એ વાતની છે કે સ્મૃતિએ 5,000 રન સૌથી ઓછી ઇનિંગ્સમાં પૂરા કર્યા હોવાથી તે 5,000 રનની સિદ્ધિ મેળવનારી વિશ્વની ફાસ્ટેસ્ટ મહિલા પ્લેયર ગણી શકાય. મિતાલીના કુલ 7,805 રન વિમેન્સ વન-ડેમાં હાઇએસ્ટ છે.

સ્મૃતિએ 5,000 રન 112 ઇનિંગ્સમાં અને કુલ 5,569 બૉલમાં પૂરાં કર્યા છે. તેણે સ્ટેફાની ટેલરનો 129 ઇનિંગ્સનો વિશ્વ વિક્રમ તોડ્યો છે અને સુઝી બેટ્સના 6,182 બૉલનો વર્લ્ડ રેકૉર્ડ પણ તોડી નાખ્યો છે.

સ્મૃતિએ રવિવારે ઑસ્ટ્રેલિયા સામે 80 રન 66 બૉલમાં ત્રણ સિક્સર અને નવ ફોરની મદદથી બનાવ્યા હતા.

આ પણ વાંચો…ભારત સામેની મૅચમાં કૅરિબિયન બોલરની પચીસ ટકા મૅચ ફી કેમ કાપી લેવાઈ?

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button