સ્પોર્ટસ

સ્મૃતિ મંધાનાનું મોટું પરાક્રમ, આવું કરનારી ભારતની બીજી બૅટર બની…

રાજકોટઃ અહીં આયરલૅન્ડ સામેની સિરીઝની પ્રથમ વન-ડેમાં ભારતની કૅપ્ટન અને ઓપનિંગ બૅટર સ્મૃતિ મંધાનાએ 41 રનની આક્રમક ઇનિંગ્સ રમવા ઉપરાંત વન-ડે ક્રિકેટમાં 4,000 રનની સિદ્ધિ મેળવી હતી. આ ઉપલબ્ધિ મેળવનાર તે મિતાલી રાજ પછીની બીજી ભારતીય મહિલા બૅટર બની છે.

સ્મૃતિની 42 મિનિટની ઇનિંગ્સ હતી તો ટૂંકી અને એમાં તેણે 29 બૉલમાં એક સિક્સર તથા છ ફોરની મદદથી 41 રન બનાવ્યા હતા, પરંતુ તેના મોટા ભાગના શૉટ અસરદાર હતા. એક તરફ નવી બૅટર પ્રતીકા રાવલ ધીમી બૅટિંગ કરી રહી હતી ત્યાં સામી બાજુએ સ્મૃતિ આક્રમક ઇનિંગ્સ રમી હતી.

આ પણ વાંચો : ગયા મહિને અશ્વિન માટે ભાવુક થયેલા ચાહકોએ અચાનક કેમ તેને વખોડ્યો?

પ્રતીકા સાથેની 70 રનની ભાગીદારી દરમ્યાન સ્મૃતિએ એવી અનેરી સિદ્ધિ હાંસલ કરી હતી જે તેની પહેલાં માત્ર મિતાલી રાજ મેળવી શકી હતી.

વન-ડે ક્રિકેટમાં સ્મૃતિ 4,000 રન પૂરા કરનારી બીજી ભારતીય મહિલા ખેલાડી બની અને હાલમાં તેના નામે કુલ 4,001 રન છે. ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં તેને 4,000 રનમાં માત્ર 249 રનની જરૂર છે.

મિતાલી રાજે 232 વન-ડેમાં કુલ 7,805 રન બનાવ્યા હતા જે વિશ્વવિક્રમ છે. સ્મૃતિએ 4,001 રન માત્ર 95 વન-ડેમાં બનાવ્યા છે. સ્મૃતિની પહેલાં વન-ડેમાં ડેબ્યૂ કરનારી હરમનપ્રીત કૌર હજી સ્મૃતિથી ઘણી પાછળ છે. ભારતની મુખ્ય કૅપ્ટન હરમનપ્રીતે 141 વન-ડેમાં 3,803 રન બનાવ્યા છે. જોકે અહીં મુદ્દો એ છે કે સ્મૃતિ ઓપનિંગમાં રમે છે અને હરમનપ્રીત મિડલ-ઑર્ડરમાં રમે છે. સ્મૃતિ છ વખત અને હરમનપ્રીત 20 વાર અણનમ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button