સ્મૃતિ અને પલાશ પ્રી-વેડિંગ ડાન્સ સાથે ઇન્ટરનેટ પર છવાઈ ગયા

મુંબઈ: ભારતની વર્લ્ડ ચેમ્પિયન ક્રિકેટર, ભારતીય ટીમની વાઇસ કેપ્ટન તથા ડબલ્યૂપીએલની આરસીબી-વિમેન્સ ટીમની ચેમ્પિયન સુકાની સ્મૃતિ મંધાના (Smriti Mandhana) અને મ્યૂઝિક કમ્પોઝર-સિંગર પલાશ મુચ્છલના આજના લગ્ન (wedding)ના અહેવાલ વચ્ચે તેમનો પ્રી -વેડિંગ ડાન્સ ઈન્ટરનેટ પર વાઇરલ થયો છે.

બન્નેએ સંગીત સેરેમનીમાં ડાન્સના મૂવ્ઝથી સૌ મહેમાનોને ચકિત કરી દીધા હતા અને ટીમનો વીડિયો તથા ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે.
સ્મૃતિ અને પલાશે કેટલાક ગીતો પર ડાન્સ કર્યો હતો જેમાં ખાસ કરીને ‘ સલામ-એ-ઇશ્ક’ ફિલ્મના ‘ તેનુ લેકે મૈં જાવાંગા…’ સોન્ગ પરનો તેમનો ડાન્સ સૌને ખૂબ ગમ્યો હતો.
સ્મૃતિના અસંખ્ય ચાહકો
તેની બૅટિંગની ટૅલન્ટથી જ અત્યાર સુધી પરિચિત હતા, પણ હલ્દી, સંગીત અને મહેંદીની રસમ સાથે તે મીડિયામાં અલગ રીતે છવાઈ ગઈ છે.
આપણ વાંચો: કેપ્ટન ઋષભ પંતની એક ભૂલ ભારતીય ટીમને ભારે પડી શકે છે! અમ્પાયરે બે વાર વોર્નિંગ આપી



