ઇન્ટરનેશનલસ્પોર્ટસ

પટેલ પાવરે અમેરિકાને કૅનેડા સામે અપાવ્યો વિજય…

રૉટરડેમ: નેધરલૅન્ડ્સના રૉટરડેમ શહેરમાં ક્રિકેટના નાના દેશો વચ્ચે આઈસીસી મેન્સ વર્લ્ડ કપ લીગ-ટુ ટૂર્નામેન્ટ ચાલી રહી છે જેમાં સોમવારે અમેરિકાએ કૅનેડાને 50 રનથી હરાવ્યું હતું. ભારતીય મૂળનો વિકેટકીપર-બૅટર સ્મિત પટેલ આ મૅચનો સુપરસ્ટાર હતો. તેણે પહેલાં 84 બોલમાં 11 ફોરની મદદથી 70 રન બનાવ્યા હતા અને પછી બે કૅચ પણ પકડ્યા હતા. કેપ્ટન મોનાંક પટેલે પણ 26 રન બનાવીને અમેરિકાના વિજયમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

અમેરિકાએ બૅટિંગ મળ્યા પછી 50 ઓવરમાં આઠ વિકેટે 275 રન બનાવ્યા હતા. ઓપનર સ્મિત પટેલે સ્ટીવન ટેલર (46 રન) સાથે 125 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. આરૉન જોન્સે 50 રન તેમ જ મિલિંદ કુમારે 47 રન બનાવ્યા હતા.
કૅનેડાની ટીમ 47 ઓવરમાં 225 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. તેમને વિજયથી દૂર રખાવવામાં ભારતીય મૂળના બોલર્સનું પણ મોટું યોગદાન હતું. અમેરિકી પેસ બોલર શેડલી વૅન સ્કોલ્કવીકે તો ચાર વિકેટ લીધી જ હતી, ભારતીય મૂળના હરમીત સિંહ અને જસદીપ સિંહે બે-બે વિકેટ લઈને અમેરિકાની જીત આસાન બનાવી હતી.

ભારતીય મૂળના ત્રીજા બોલર નોસ્થૂશ પ્રદીપ કેન્જીગેએ ઓપનર આરૉન જોન્સનની મહત્વની વિકેટ મેળવી હતી.

કૅનેડા આ મૅચ હારી ગયું હતું, પરંતુ એને પરાજયથી બચાવવા ભારતીય મૂળના બે બૅટરે મોટો ફાળો આપ્યો હતો. પરગટ સિંહે 80 બૉલમાં 72 રન અને વિકેટકીપર શ્રેયસ મોવ્વાએ 95 બૉલમાં 68 રન બનાવ્યા હતા. તેમની વચ્ચેની પાંચમી વિકેટ માટેની 108 રનની ભાગીદારી એળે ગઈ હતી.

સ્મિત પટેલને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.

પોઈન્ટ્સ ટેબલમાં નેધરલૅન્ડ્સ 10 પોઇન્ટ સાથે પ્રથમ અને સ્કોટલલૅન્ડ 9 પોઇન્ટ સાથે બીજા નંબરે છે. ત્યાર પછીના ત્રણ સ્થાને અનુક્રમે કૅનેડા, નામિબિયા અને અમેરિકા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો ઘરમાં પૈસા નથી ટકવા દેતી આ ભૂલો, તમે પણ તો નથી કરતાં ને?