આઇસીસીની ‘ટીમ ઑફ ધ ટૂર્નામેન્ટ’ના અગિયારમાંથી છ ભારતીય ખેલાડી, જાણો કોણ-કોણ છે આ ટીમમાં…
દુબઈ: અહીં હેડ-ક્વૉર્ટર ધરાવનાર ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ શનિવારે વેસ્ટ ઇન્ડિઝમાં પૂરા થયેલા આઇસીસી ટી-20 વર્લ્ડ કપને અંતે આ સ્પર્ધા સંબંધમાં પોતાની સમીક્ષાને આધારે ‘ટીમ ઑફ ધ ટૂર્નામેન્ટ’ જાહેર કરી છે જેમાં ચાર ટીમના બાર ખેલાડીનો સમાવેશ કરાયો છે.
ઇલેવનની ટીમ ઉપરાંત બારમા ખેલાડીના સમાવેશ સાથે કુલ બાર ખેલાડીમાંથી છ પ્લેયર ભારતના અને ચાર અફઘાનિસ્તાનના છે. એક-એક ખેલાડી અનુક્રમે વેસ્ટ ઇન્ડિઝ અને ઑસ્ટ્રેલિયાનો છે.
આ ટીમના લિસ્ટ પરથી પુરવાર થાય છે કે આખા વર્લ્ડ કપમાં ભારતનું કેટલું બધુ વર્ચસ્વ હતું. એ ઉપરાંત અફઘાનિસ્તાને પણ આ ટૂર્નામેન્ટમાં જબદરસ્ત પર્ફોર્મ કર્યું જેને કારણે એના ચાર પ્લેયર આ યાદીમાં સામેલ કરાયા છે.
આ પણ વાંચો : રોહિત શર્મા ટી-20 વર્લ્ડ કપ જીતનારો ઑલ્ડેસ્ટ કૅપ્ટન
ચૅમ્પિયન-કૅપ્ટન રોહિત શર્માને આઇસીસીની ડ્રીમ ટીમનો કૅપ્ટન નીમવામાં આવ્યો છે. સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર ઍન્રિક નૉકિયા 12મો પ્લેયર છે.
આ વર્લ્ડ કપના ટોચના પાંચ બૅટરમાં અફઘાનિસ્તાનના ગુરબાઝ (281 રન), ભારતના રોહિત (257), ઑસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ (255), સાઉથ આફ્રિકાના ડિકૉક (243) અને અફઘાનિસ્તાનના ઇબ્રાહિમ ઝડ્રાન (231)નો સમાવેશ હતો. ટોચના પાંચ બોલરમાં અફઘાનિસ્તાનાન ફઝલહક ફારુકી (17 વિકેટ), ભારતના અર્શદીપ સિંહ (17), ભારતના બુમરાહ (15), સાઉથ આફ્રિકાના નૉર્કિયા (15) અને અફઘાનિસ્તાનના રાશિદ ખાન (14) સામેલ હતા.
આઇસીસીની ‘ટીમ ઑફ ધ ટૂર્નામેન્ટ’
રોહિત શર્મા (કૅપ્ટન, ભારત), રહમનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર, અફઘાનિસ્તાન), નિકોલસ પૂરન (વેસ્ટ ઇન્ડિઝ), સૂર્યકુમાર યાદવ (ભારત), માર્કસ સ્ટોઇનિસ (ઑસ્ટ્રેલિયા), હાર્દિક પંડ્યા (ભારત), અક્ષર પટેલ (ભારત), રાશિદ ખાન (અફઘાનિસ્તાન), જસપ્રીત બુમરાહ (ભારત), અર્શદીપ સિંહ (ભારત) અને ફઝલહક ફારુકી (અફઘાનિસ્તાન). 12મો પ્લેયર: ઍન્રિક નૉકિયા (સાઉથ આફ્રિકા)