સ્પોર્ટસ

સિરાજ ટ્રાન્સલેટર બુમરાહને બાજુ પર રાખીને પોતે જ બોલવા લાગ્યો!

કેપટાઉન : ટીમ ઈન્ડિયાએ કમાલ કરીને સાઉથ આફ્રિકાને સાત વિકેટથી હરાવીને સીરિઝ ૧-૧થી ડ્રો કરી દીધી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતમાં સૌથી મોટો ફાળો ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહનો રહ્યો હતો. બુમરાહ અને સિરાજ બંને મળીને કુલ ૧૫ વિકેટ લીધી હતી. ટેસ્ટ મેચ બાદ સિરાજને પ્લેયર ઓફ ધ તો બુમરાહને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો અને એ વખતે મોહમ્મદ સિરાજે કંઈક એવું કર્યું હતું કે જેને કારણે તે સોશિયલ મીડિયા પર છવાઈ
ગયો હતો.

વાત જાણે એમ છે કે પ્રેઝેન્ટેશન વખતે સિરાજ ટ્રાન્સલેટર તરીકે પોતાની સાથે જસપ્રીત બુમરાહને લઈને આવ્યો હતો અને જ્યારે સિરાજને સવાલ કરવામાં આવ્યો તો તેણે પોતે જ અંગ્રેજીમાં જવાબ આપવાનું શરુ કર્યું હતું અને આ જોઈને ખુદ ટ્રાન્સલેટર બુમરાહ પણ ચોંકી ઉઠ્યો હતો. બુમરાહનું રિએક્શન એટલા માટે આવ્યું હતું કારણ કે તે સિરાજના ટ્રાન્સલેટર તરીકે આવ્યો હતો. પરંતુ સિરાજે ખુદ જ અંગ્રેજીમાં જવાબ આપવાનું શરૂ કરી દેતા બુમરાહ થોડો મૂંઝાઈ ગયો હતો.

ત્યાર બાદ સિરાજને હિંદીમાં જ વાત કરવાનું કહેવામાં આવ્યું અને છેલ્લાં ત્રણ સવાલના જવાબ સિરાજે હિંદીમાં જ આપ્યા હતા અને બુમરાહે પછી તેને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીને એન્કરને સમજાવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે સિરાજે પોતાની શાનદાર બોલિંગનો જશ બુમરાહને આપતા જણાવ્યું હતું કે જસ્સીભાઈ જ્યારે બોલિંગની શરૂઆત કરે છે ત્યારે મેસેજ મળી જાય છે કે વિકેટ કેવી રહેશે, વિકેટ પર લાઈન કે લેન્થને કઈ રીતે રાખવાની છે એ ખબર પડતાં જ મને વધારે વિચારવાની જરૂર નથી પડતી. બસ સતત એ જ વસ્તુ પર કામ કરતા રહો તો સફળતા ચોક્કસ જ મળશે. એ સામેથી બોલિંગ કરે છે અને એને કારણે દબાણ બની રહે છે અને સામે છેડે મને એનો ફાયદો મળે છે.સિરાજે પોતાના પર્ફોર્મન્સને લઈને કહ્યું હતું કે આ ટેસ્ટમાં મારી સૌથી બેસ્ટ
ગેમ છે.

હું માત્ર લાઈન અને લેન્થ પર ફોકસ કરીને બોલિંગ કરું છું અને એનું રિઝલ્ટ પણ મને મળ્યું છે. હું મારા પર્ફોર્મન્સને કોન્સ્ટન્ટ રાખવા માંગુ છું. છેલ્લી મેચમાંથી હું ઘણું બધુ શીખ્યો છું, મને ફીડ
બેક મળ્યું અને એને જ અહીં અમલમાં મૂક્યો હતો, જેનો મને ફાયદો મળ્યો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button