‘મિયાં બેગ પેક કર ઔર આજા’, સ્પેન જવાની તૈયારીમાં હતો સિરાજ, અચાનક સૂર્યાનો ફોન આવ્યો

મુંબઈ: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભારતે જીત સાથે શરૂઆત કરી, યુએસએ સામેની મેચમાં મોહમ્મદ સિરાજે 29 રન આપીને 3 વિકેટ ઝડપી. આ સાથે તેણે ફરી એક વાર પોતાની પ્રતિભા સાબિત કરી. સિરાજ T20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમનો ભાગ ન હતો, તે સિરાજ રીઅલ મેડ્રિડની ફૂટબોલ મેચ જોવા સ્પેન જવા તૈયારી કરી રહ્યો હતો અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે તેને ફોન કરીને તૈયાર થઇ જવા કહ્યું.
નોંધનીય છે કે T20 વર્લ્ડ કપ શરુ થયા એ પહેલા હર્ષિત રાણાની ઈજાગ્રસ્ત થયો હતો, હર્ષિતની જગ્યાએ સિરાજને 15 સભ્યોની સ્કવોડમાં સામેલ કરવામાં આવ્યો. ગઈ કાલે મેચના દિવસે જસપ્રીત બુમરાહ બીમાર થઇ જતા સિરાજને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું હતું.
સિરાજને વિશ્વાસન થયો:
મેચ બાદ મોહમ્મદ સિરાજે જણાવ્યું કે તે 15 ફેબ્રુઆરીએ રિયલ મેડ્રિડ અને રિયલ સોસિએદાદ વચ્ચે રમાનારી મેચ જોવા માટે સ્પેન જવાની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ છેલ્લી ઘડીએ સૂર્યકુમાર યાદવનો ફોન આવ્યો. સિરાજને શરૂઆતમાં લાગ્યું કે સૂર્યા મજાક કરી રહ્યો છે, બાદમાં BCCIના સિલેક્ટર પ્રજ્ઞાન ઓઝાનો ફોન આવ્યો ત્યારે તેને વિશ્વાસ થયો.
મેચ બાદ પ્રેઝન્ટેશન દરમિયાન સિરાજે કહ્યું, “બે દિવસ પહેલા સૂર્યા ભાઈએ ફોન પર કહ્યું, ‘મિયાં બેગ પેક કર ઔર આજા. મેં તેને કહ્યું, ‘ભાઈ પ્લીઝ મઝાક મત કર.’ પણ તેણે કહ્યું, ‘મૈં સચ કહે રહા હૂં, તૈયાર હો જા’. પછી ઓઝા ભાઈએ મને ફોન કર્યો.”
પ્રેઝન્ટેટરે સિરાજને પૂછ્યું કે બ્રેક માટે તેમની યોજના શું હતી. સિરાજે કહ્યું, “15મી તારીખે રીઅલ મેડ્રિડની મેચ છે, હું તે જોવાનો હતો.”
‘ઈશ્વરે લખ્યું છે એ થશે’
સિરાજે કહ્યું, “છેલ્લા એક વર્ષથી વર્લ્ડ કપ માટે આયોજન ચાલી રહ્યું હતું, જેમને આ ટુર્નામેન્ટમાં રમવાનું હતું તેમને તક મળી રહી હતી, હું T20I રમ્યો ન હતો, તેથી હું સમજી ગયો હતો કે હું વર્લ્ડ કપનો ભાગ નહીં હોઉં. પણ ઈશ્વરે લખ્યું છે, તે થઇને રહે છે.”
સિરાજે એમ પણ કહ્યું કે સ્કવોડમાં સમેલ થયા બાદ યુએસએ સામેની મેચ માટેની પ્લેઇંગ-11માં તેનું સ્થાન નિશ્ચિત ન હતું. મેચના દિવસે જસપ્રીત બુમરાહ બીમાર થઇ જતાં તને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું.
આપણ વાંચો: T20 world Cup સેરેમની દરમિયાન રોહિતનો મજેદાર અંદાજ; સુર્યાને આપી આવી સલાહ, જુઓ વિડીયો



