સ્પોર્ટસ

ચોરી ચોરી, ચૂપકે ચૂપકે! શુભમન-સારા સાથ સાથ, કેમેરો જોતાં જ ગીલે મારી કલ્ટી

મુંબઇ: ભારતીય ક્રિકેટ ટીમેનો યુવા સ્ટાર શુભમન ગીલનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઇ રહ્યો છે. શુભન ગીલને સિચન તેંડુલકરની દિકરી સારા સાથે અફેર હોવાની વાતો વારંવાર થઇ રહી છે. જોકે આ બંનેએ આ બાબતે ક્યારેય જાહેરમાં કોઇ જ નિવેદન કર્યું નથી. જોકે હવે તેમના અફેરના સમાચારોને વધુ ગાઢ બનાવતો એક વિડીયો સામે આવ્યો છે. જે જોયા બાદ ફેન્સને ખાતરી થઇ ગઇ છે કે આ બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

ગઇ કાલે રાત્રે મુંબઇમાં જીઓ વર્લ્ડ પ્લાઝાનું ઉદધાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનેક બોલિવૂડ સેલિબ્રીટી અને ક્રિકેટર્સ પણ સામેલ થયા હતાં. આ કાર્યક્રમમાં શુભમન ગીલ પણ જોવા મળ્યો હતો. જ્યાં તે સારા તેંડુલકર સાથે દેખાયો હતો.
સારા અને શુભમન ગીલ એક બીજાને ડેટ કરતાં હોવાની વાતો ઘણા લાંબા સમયથી થઇ રહી છે. જોકે તે અંગે કોઇને પણ હજી સુધી કોઇ ચોક્કસ જાણકારી નથી. જોકે હાલમાં જ મુંબઇમાં સારા અને શુભમન સાથે દેખાતા આ વાતની ચર્ચાએ વધુ વેગ પકડ્યો છે.

View this post on Instagram

A post shared by भौकाल है अपना (@meme_maharajganj_up56)

મુંબઇમાં જીઓ વર્લ્ડ પ્લાઝાના ઉગઘાટન કાર્યક્રમ બાદ સારા અને શુભમન બંને એક સાથે મોલમાંથી બહાર આવી રહ્યા હતાં ત્યારે જ શુભમનની નજર સામેના કેમેરા પર પડી અને તેણે ધીરેથી કલ્ટી મારી હતી. વિડીયોમાં સારા અને શુભમન જિઓ વર્લ્ડ પ્લાઝામાં યોજાયેલ કાર્યક્રમમાંથી પરત ફરતાં દેખાયા હતા. જોકે સામે ઉભેલા પાપારાઝીને જોતાં તેઓ ત્યાં જ રોકાઇ ગયા હતાં અને પછી બંને અંલગ અલગ બહાર નીકળ્યા હતાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button