શુભમન ગિલને ગળામાં થયેલી ઈજા ગંભીર! પહેલી ટેસ્ટમાંથી બહાર, બીજીમાં રમવું પણ મુશ્કેલ!

કોલકાતા: દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી સિરીઝની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલ ગાળાના ભાગે ઈજા થઇ હતી, જેને કારણે તેણે મેદાન છોડી જવું પડ્યું હતું. અહેવાલ મુજબ ગિલની ઈજા ગંભીર છે, તેને થોડા સમય માટે ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) માં રાખવામાં આવ્યો હતો, હાલ તે ડોકટરોના નિરીક્ષણ હેઠળ છે. ગિલ પહેલી ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે, બીજી ટેસ્ટ મેચમાં પણ તેનું રમવું મુશ્કેલ જણાઈ રહ્યું છે.
કોલકાતા ટેસ્ટના બીજા દિવસે ભારતની પ્રથમ ઇનિંગ દરમિયાન સિમોન હાર્મરના બોલ પર બાઉન્ડ્રી ફટકારવા સ્લોગ-સ્લિપ શોટ રમ્યો હતો, આ દરમિયાન તેને ગાળામાં ઝટકો લાગ્યો હતો. ટીમના ફિઝિયોએ તાત્કાલિક મેદાનમાં દોડી આવ્યા તેની તપાસ કરી, ગિલ માત્ર ચાર રન બનાવીને રીટાયર્ડ હર્ટ થયો, અને પવેલિયનમાં ચાલ્યો ગયો.
સ્ટ્રેચર પર સુવડાવીને લઇ જવામાં આવ્યો:
શરૂઆતમાં ગીલની ઈજા ચિંતાજનક ન લાગી, પરંતુ દિવસ આગળ વધતો ગયો તેમ તેની હાલત વધુ ખરાબ થતી ગઈ. દિવસને છેલ્લા સેશનમાં, ગિલને સ્ટ્રેચર પર સુવડાવીને સ્ટેડિયમની બહાર લઈ જવામાં આવ્યો, તેના ગાળામાં સર્વાઇકલ કોલર બાંધવામાં આવ્યું હતું. શનિવારે સાંજે તેને કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં લઇ જાવામાં આવ્યો હતો. પહેલા તેને ICUમાં રાખવામાં આવ્યો ત્યાર બાદ તેને બાહર લાવીને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે.
અહેવાલમાં મુજબ ગીલના ઘણા ટેસ્ટ કરવામાં આવ્યા અને ખેંચાણ દૂર કરવા માટે તેમને દવા આપવામાં આવી હતી. તેને આખી રાત નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો.
પહેલી ટેસ્ટમાંથી બહાર:
BCCIએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે શુભમન ગિલને પહેલી ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો છે. BCCIએ જણાવ્યું કે તે હાલમાં હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ છે. તે પહેલી ટેસ્ટ મેચમાં ભાગ નહીં લે. BCCIની મેડિકલ ટીમ તેનું નિરીક્ષણ કરતી રહેશે.
અહેવાલ મુજબ સ્વસ્થ થવામાં ઘણા દિવસો લાગી શકે છે, જેના કારણે ગુવાહાટીમાં 22 નવેમ્બરથી રમાનારી બીજી ટેસ્ટમાં પણ તે ભાગ લઇ શકે એવું લાગતું નથી.
બોલિંગ કોચ મોર્ને મોર્કેલે શું કહ્યું?
પહેલા દિવસની રમત બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતીય ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કેલે કહ્યું કે આ ઈજાનો ગિલના વર્કલોડ સાથે કોઈ સંબંધ નથી.
મોર્કેલે કહ્યું, “કદાચ રાત્રે ખરાબ ઊંઘને કારણે, તેના ગાળામાં ખેંચાણ થયું છે. શુબમન ખૂબ ફિટ વ્યક્તિ છે, તે પોતાની સંભાળ ખૂબ સારી રીતે રાખે છે… તે સવારે ઉઠ્યો ત્યારે જ તેના ગાળામાં થોડું ખેંચાણ હતું.”
આપણ વાંચો: જાડેજાનું રાજસ્થાનમાં કમબૅક, પણ આન્દ્રે રસેલને કોલકાતાએ હરાજીમાં મૂકીને ચોંકાવી દીધા



