કૅપ્ટન તરીકે ગિલ ત્રણેય ફૉર્મેટની પ્રથમ મૅચમાં પરાજિતઃ જાણો, કોની હરોળમાં આવી ગયો

પર્થઃ શુભમન ગિલને ટેસ્ટ બાદ હવે વન-ડેના ફૉર્મેટમાં પણ ભારતીય ટીમનો કૅપ્ટન બનાવવામાં આવ્યો છે અને કહેવાય છે કે ધીમે-ધીમે તેને ટી-20 ટીમનું પણ નેતૃત્વ સોંપાશે એટલે તે ભારતનો ત્રણેય ફૉર્મેટનો કૅપ્ટન બની જશે, પરંતુ એ થવાનું હશે ત્યારે હાલમાં સ્થિતિ એવી છે કે તેણે રવિવારે એક નકારાત્મક વિક્રમ પોતાના નામે કર્યો હતો. કૅપ્ટન તરીકે ત્રણેય ફૉર્મેટની પ્રથમ મૅચમાં તેણે પરાજય જોયો છે. તે આ બૅડ-લિસ્ટમાં સામેલ થનારો નવમો અનલકી કૅપ્ટન (captain) છે.

તમને થતું હશે કે ટી-20માં તેણે ક્યારે ભારતનું સુકાન સંભાળ્યું હતું? વાત એવી છે કે જુલાઈ. 2024માં હરારેમાં ઝિમ્બાબ્વે સામેની ટી-20 કૅપ્ટન તરીકે ગિલની પહેલી જ ટી-20 મૅચ હતી અને એમાં ભારતનો 13 રનથી પરાજય થયો હતો.
આ પણ વાંચો: શુભમન ગિલ ‘ઓવર કોન્ફિડન્સ’માં આવી ગયો! વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં આ બે નિર્ણયોની ટીકા…
જૂન, 2025માં લીડ્સમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સુકાની તરીકે ગિલ (Gill)ની પહેલી ટેસ્ટ હતી જેમાં ખુદ ગિલે પહેલા દાવમાં 147 રન કર્યા છતાં ભારતનો પાંચ વિકેટે પરાજય થયો હતો.
રવિવારે વન-ડેના કૅપ્ટન તરીકે ગિલની પહેલી મૅચ હતી જેમાં ભારતનો ઑસ્ટ્રેલિયા સામે સાત વિકેટે પરાજય થયો.
કૅપ્ટન તરીકે ત્રણેય ફૉર્મેટમાં પ્રથમ મૅચમાં પરાજય જોનાર ગિલની અગાઉના આઠ ખેલાડીઓમાં સ્ટીફન ફ્લેમિંગ, શૉન પોલૉક, તિલકરત્ને દિલશાન, બે્રન્ડન મૅક્લમ, હૅમિલ્ટન માસાકાદ્ઝા, વિરાટ કોહલી, મોહમ્મદ રિઝવાન તથા જેસન હોલ્ડરનો સમાવેશ છે.