T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup: શુભમન ગિલે અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, રોહિત સાથેનો ફોટો શૅર કર્યો

ન્યૂ યૉર્ક: પાકિસ્તાની ટીમની ટી-20 વર્લ્ડ કપમાં બૂરી હાલત થઈ એને પગલે આ ટીમમાંના ઝઘડા અને જૂથવાદની વાતો બહાર આવે એ સમજી શકાય, પણ ભારત સુપર-એઇટમાં પહોંચી ગયું હોવા છતાં જો કોઈ એમ કહે કે ટીમ ઇન્ડિયામાં કોઈની વચ્ચે અણબનાવ છે તો એ માનવામાં ન જ આવે. બે દિવસથી અહેવાલો બહાર આવ્યા કરે છે કે શુભમન ગિલ (Shubhman Gill)ને ગેરશિસ્ત બદલ (અથવા કૅપ્ટન રોહિત શર્મા સાથેના અણબનાવ બદલ) વર્લ્ડ કપની ટૂરમાંથી સ્વદેશ પાછો મોકલી દેવામાં આવ્યો છે. જોકે શનિવારે મોડી સાંજે એને ખોટી અફવા જ ગણાવવામાં આવી હતી અને કહેવાયું હતું કે ગિલ સામે ટીમ મૅનેજમેન્ટે કોઈ જ શિસ્તભંગનું પગલું નથી લીધું. રવિવારે આખા પ્રકરણમાં ખુદ શુભમને ફુલ સ્ટૉપ મૂકી દીધું હતું. તેણે ઇન્સ્ટાગ્રામ પર રોહિત શર્મા (Rohit Sharma) સાથેની તસવીર શૅર કરી હતી.

શુભમનની રોહિત સાથેની બીજી તસવીરમાં રોહિત તેની પુત્રી સમાયરા સાથે જોવા મળે છે.

શુભમને કૅપ્શનમાં લખ્યું, ‘સમાયરા અને હું રોહિત પાસેથી શિસ્તના પાઠ શીખી રહ્યા છે.’

Source: Instagram

એક જાણીતી ન્યૂઝ વેબસાઇટે આધારભૂત સૂત્રને ટાંકીને જણાવ્યું હતું કે ‘શુભમન અને આવેશ ખાનના કમબૅકનો સવાલ છે એ બાબતમાં કહેવાનું કે એ નિર્ણય ટીમ મૅનેજમેન્ટે લીધો છે. કયા ખેલાડીને રિલીઝ કરવા એનો અધિકાર આ મૅનેજમેન્ટ પાસે છે. બન્નેને કોઈ પણ પ્રકારની ગેરશિસ્ત બદલ પાછા નથી મોકલવામાં આવી રહ્યા.’

આ પણ વાંચો : ભૂલની સજા કે કેપ્ટન સાથે અણબનાવ! શુભમન ગિલને ભારત પરત મોકલાયો

ભારતીય ટીમ વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં પહોંચી ગઈ છે અને હવે 20મી જૂને ભારતનો પ્રથમ મુકાબલો ગુરુવાર, 20મી જૂને (ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યાથી) અફઘાનિસ્તાન સાથે છે.

સુપર-એઇટ પહેલાં જ ટીમ મૅનેજમેન્ટે રિઝર્વ્ડ પ્લેયર્સમાંથી ગિલ અને આવેશ ખાનને ટીમમાંથી છૂટા કરી દેવાનો નિર્ણય લઈ લીધો હતો. રિન્ક સિંહ અને ખલીલ અહમદને ટીમ સાથે જ રહેવાની સૂચના અપાઈ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી ફરવા માટે બેસ્ટ છે ગુજરાતના આ પાંચ વેકેશન ડેસ્ટિનેશન… એક વખત જશો તો… પોતાની માતાની સાડી અને દાગીના પહેરીને દુલ્હન બની છે આ સેલિબ્રિટીઝ આ રીતે ઘરે જ બનાવો ઑર્ગેનિક કાજલ