IPL 2024સ્પોર્ટસ

Shubman ગિલે આઈપીએલમાં બનાવ્યા 3,000 રન, વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો

જયપુરઃ જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સની વચ્ચે રમાયેલી આઈપીએલ (IPL 2024)ની 24મી મેચ રમાઈ હતી, જેમાં ગુજરાત ટાઈટન્સે હારેલી બાજી જીતી હતી. ગઈકાલની મેચમાં ગુજરાત ટાઈટન્સના સુકાની શુભમન ગિલે (Shubman Gill) 27 રન બનાવીને ત્રણ હજાર રન પૂરા કરવાનો નવો રેકોર્ડ બનાવ્યો હતો.

ગઈકાલની મેચમાં 44 બોલ (બે સિકસર અને છ ચોગ્ગા સાથે)માં 72 રને આઉટ થયો હતો, પરંતુ નવા રેકોર્ડમાં કિંગ વિરાટ કોહલીને પાછળ છોડી દીધો હતો, જ્યારે સૌથી નાની ઉંમરમાં ઝડપી 3,000 રન બનાવનારા લોકોમાં પણ તેનું નામ સામેલ થયું હતું.


શુભમન ગિલે 24 વર્ષ (24 વર્ષ 215 દિવસ)માં 3,000 રન બનાવવાની સિદ્ધિ મેળવી છે, જ્યારે રોયલ ચેલેન્જર્સના આક્રમક બેટર વિરાટ કોહલીને પાછળ રાખ્યો છે. વિરાટે 26 વર્ષે આ સિદ્ધિ મેળવી હતી. નાની ઉંમરમાં ત્રણ હજાર બનાવનારા બેટર તરીકે સંજુ સેમસને 26 વર્ષ 320 દિવસમાં ત્રીજા સ્થાને છે, જ્યારે સુરેશ રૈના 27 વર્ષ 161 દિવસ અને રોહિત શર્મા 27 વર્ષ 343 સ્થાને છે.

ALSO READ:સૅમસન-પરાગની 130 રનની ભાગીદારી, રાજસ્થાનના ત્રણ વિકેટે 196 રન

આ ઉપરાંત, રાજસ્થાન રોયલ્સ સામે રમતા ગિલે ટવેન્ટી-20માં 4,000 રન પૂરા કર્યાં છે, જે ફક્ત 24 વર્ષે સિદ્ધિ નોંધાવી હતી. ગુજરાત ટાઈટન્સ જ નહીં, પરંતુ ભારતીય ટીમના યુવા પ્રતિભાશાળી ખેલાડી તરીકે ગિલનું નામ લેવામાં આવે છે. 94 ઈનિંગમાં ગિલ 3,000 રન પૂરા કર્યા છે, જ્યારે તેના પછી વિરાટ કોહલી છે, જેને 26 વર્ષ 186 દિવસમાં ત્રણ હજાર રનનો સ્કોર કર્યો હતો.

ગુજરાત ટાઈટન્સે ગઈકાલે હારની બાજી જીતીને વધુ એક નવો ઈતિહાસ રચ્યો હતો, જેમાં આઈપીએલમાં 3,000થી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે ગિલે એન્ટ્રી નોંધાવી છે, જ્યારે આ મેચમાં ત્રણ વિકેટથી શાનદાર વિજય પણ મેળવ્યો હતો.

સૌથી ઓછી ઈનિંગમાં 3,000 રન બનાવવાના રેકોર્ડમાં ક્રિસ ગેલે 75 ઈનિંગમાં બનાવ્યા હતા, ત્યારબાદ કેએલ રાહુલ (80), જોસ બટલર (85), શુભમન ગિલ (94), ડેવિડ વોર્નર (94) અને ફાફ ડુ પ્લેસીસ (94) ક્રમ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button