ટીમ ઈન્ડિયાનો સુપરસ્ટાર શુભમન ગિલ (Shubhman Gill) પોતાની ગેમની સાથે સાથે જ પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે અને હવે બોલીવૂડ વાઈવ્ઝમાં પણ ગિલનો ક્રેઝ વધી રહ્યો છે. ગિલથી 30 વર્ષ મોટી એક્ટ્રેસ પણ ગિલ સાથે હૂક અપ કરવા માટે તૈયાર છે, ચાલો તમને જણાવીએ કોણ છે આ એક્ટ્રેસ અને આખો મામલો શું છે-
ફેબ્યુલસ લાઈવ્ઝ ઓફ બોલીવૂડ વાઈવ્ઝની છેલ્લી બે સિઝન ખૂબ જ લોકપ્રિય રહી છે અને આ જ વાતને ધ્યાનમાં લઈને સિઝન થ્રીમાં દિલ્હીનો તડકો લગાવવામાં આવ્યો છે. આ વખતે શોનું નામ છે ફેબ્યુલસ લાઈવ્ઝ વર્સિઝ બોલીવૂડ વાઈવ્ઝ… સિરીઝમાં દિલ્હી વર્સીસ મુંબઈની હાઈ સોશલાઈટ લાઈફને કંપેયર કરવામાં આવી છે. આ સિરીઝમાં ઈન્ડિયન ક્રિકેટર શુભમન ગિલનો ઉલ્લેખ પણ થયો અને ધમાલ મચી ગઈ.
આ પણ વાંચો : Viral Video: ડિવોર્સની અફવાઓ વચ્ચે Abhishek Bachchanએ કહ્યું બસ હવે બહુ થયું…
હાલમાં જ સોશિયલ મીડિયા પર શોનો એક પ્રોમો સામે આવ્યો છે જેમાં તમામ સેલેબ્સ ક્રિકેટરના નામ ખોટા બોલી રહ્યા હતા. વીડિયોમાં ભાવના પાંડે કોઈ ક્રિકેટર વિશે વાત કરતાં રહે છે જ્યાં બોલીવૂડ હશે, ત્યાં ક્રિકેટ પણ હશે જ. આ સાંભળીને નિલમ કોઠારી પૂછે છે કે ધોની આવે છે? શુભમનનું શું છે? આ સાંભળીને ભાવના એને ચિડાવતી કહે છે શુભમ તારી જેટલી ઉંમર છે એનો એક ક્વાર્ટર. આ સાંભળીને બધા હસવા લાગે છે. મને એની સાથે હુકઅપ નથી કરવું. ત્યાર બાદ બસ લેડિઝ ક્લબમાં ગિલના નામની ચર્ચા થવા લાગે છે.
ભાવનાએ કહ્યું કે શુભમન ક્યુટ છે અને એની આ વાત પર મહીપ કપૂરે પણ સહમતિ દર્શાવતા કહ્યું હતું કે તે ખૂબ જ સારું ક્રિકેટ રમે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફેબ્યુલસ લાઈવ્ઝ વર્સિસ બોલીવૂડ વાઈવ્ઝથી કપૂર ખાનદાનની લાડલી રિદ્ધિમા કપૂરે એક્ટિંગમાં ડેબ્યુ કર્યું છે. શોમાં તે ફેશનિસ્ટા લાગી રહી છે.