બાબર આઝમને પછાડીને આ ભારતીય બેટર બન્યો ODI માં નંબર.1, ICC રેન્કિંગમાં મોટા ફેરફાર…

મુંબઈ: આજે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત થઇ છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની વચ્ચે ટુર્નામેન્ટની પહેલી મેચ રમાઈ રહી છે. એ પહેલા ICCએ નવી ODI રેન્કિંગ જાહેર (ICC ODI Ranking) કરી છે. નવી રેન્કિંગ મુજબ પાકિસ્તાનના સ્ટાર બેટર બાબર આઝમને (Babar Azam) મોટું નુકશાન થયું છે, બાબર પાસેથી નંબર વનનું સ્થાન છીનવાઈ ગયું છે. હવે, ભારતનો ઓપનિંગ બેટર શુભમન ગિલે નંબર વન આવી આવી ગયો છે.
Also read : ચૅમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં ન્યૂ ઝીલૅન્ડ સામે પાકિસ્તાન ત્રણેય મુકાબલા હાર્યું છે
શુભમન ગિલ ટોચ પર:

હવે શુભમન ગિલ 796 રેટિંગ સાથે ODI માં નંબર વન બેટર બની ગયો છે. આ પહેલા શુભમન ગિલ પણ 2023માં થોડા સમય માટે નંબર વન પર પહોંચ્યો હતો, પરંતુ પછી બાબર આઝમે નં.1ના સ્થાન પર કબજો જમાવ્યો હતો. બાબર આઝમ લાંબા સમય સુધી નં.1 પર રહ્યો હતો. હવે, બાબર આઝમ હવે બીજા સ્થાને પહોંચી ગયો છે, તેનું રેટિંગ 773 છે. જોકે, બંનેના રેટિંગ વચ્ચે બહુ ફરક નથી, ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન મોટા ફેરફાર જોવા મળી શકે છે.
રોહિત શર્મા ત્રીજા સ્થાને:
ભારતીય ક્રિકેટ ટીમનો ટીમનો કેપ્ટન રોહિત શર્મા હજુ પણ ત્રીજા નંબર પર છે. તેનું હાલનું રેટિંગ 761 છે., દક્ષિણ આફ્રિકાના હેનરિક ક્લાસેન પણ એક સ્થાન આગળ આવીને ચોથા ક્રમે છે, તેનું રેટિંગ 756 છે. ન્યુઝીલેન્ડનો ડેરિલ મિશેલને બે સ્થાનનો કુદકો મારીને પાંચમા ક્રમે આવી ગયો છે, તેનું રેટિંગ 740 છે. ભારતીય ટીમનો દિગ્ગજ બેટર વિરાટ કોહલી 727 રેટિંગ સાથે છઠ્ઠા ક્રમે છે.
હેરી ટેક્ટરને નુકશાન:
આયર્લેન્ડના યુવા ખેલાડી હેરી ટેક્ટરને મોટું નુકશાન થયું છે, તે ત્રણ સ્થાન ગુમાવીને 7માં ક્રમે આવી ગયો છે, તેનું રેટિંગ 713 છે. શ્રીલંકાના ચરિત અસલાંકાએ મોટી છલાંગ લગાવી છે, તે આઠ સ્થાન આગળ આવીને આઠમા નંબર પર આવી ગયો છે. તેનું રેટિંગ વધીને 694 થયું છે.
Also read : દુબઈની પિચ ભારતીય ટીમ માટે વિપરીત થઈ શકેઃ ખુદ પિચ ક્યૂરેટરે મોટો ખુલાસો કર્યો છે
ભારતનો શ્રેયસ ઐય્યર બે સ્થાન આગળ આવીને 9મા ક્રમે પહોંચી ગયો છે, તેનું રેટિંગ 679 છે. વેસ્ટ ઇન્ડીઝના શાઈ હોપ બે સ્થાનનું નુકશાન થયું છે, તે 672 રેટિંગ સાથે દસમા ક્રમે પહોંચી ગયો છે.