શ્રેયસ ઐયરનું ઓક્સિજન લેવલ 50% પહોંચી ગયું હતું! દક્ષિણ આફ્રિકા સામેની ODI સિરીઝમાંથી બહાર

મુંબઈ: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝ બાદ ત્રણ ODI મેચની સીરીઝ રમાશે, ODI સિરીઝની પહેલી મેચ 30 નવેમ્બરના રોજ રાંચીમાં રમાશે. ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ ચુકી છે, ટીમ કોલકાતા ટેસ્ટ મેચ માટે તૈયારી કરી રહી છે, જ્યારે ODI સિરીઝ સિરીઝ માટે ટીમની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. એવામાં અહેવાલ છે કે ટીમ ઈન્ડિયાનાં સ્ટાર ખેલાડી અને વાઈસ કેપ્ટન શ્રેયસ ઐયરને ODI સિરીઝ માંથી બહાર રાખવામાં આવી શકે છે.
ઓસ્ટ્રેલિયા સામેની ODI સિરીઝ દરમિયાન શ્રેયસ ઐય્યરને ગંભીર ઈજા થઈ હતી, ત્યાર બાદ સિડનીની એક હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી હતી. અહેવાલો મુજબ શ્રેયસ ઐય્યરની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે, પરંતુ તેને ઓછમાં ઓછા એક મહિના સુધી ક્રિકેટથી દૂર રહેવું પડશે.
અહેવાલ મુજબ દક્ષિણ આફ્રિકા સામેની ODI સિરીઝમાંથી શ્રેયસ ઐય્યરને બહાર રાખવામાં આવશે. BCCI ઈચ્છે છે કે તેને સંપૂર્ણપણે સ્વસ્થ થવા માટે વધુ સમય આપવામાં આવે.
તાજેતરમાં શ્રયસને વાઈસ-કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી હતી, દક્ષિણ આફ્રિકા સામેની ODI સિરીઝ માટે BCCI અન્ય ખેલાડીની વાઈસ-કેપ્ટન તરીકે નિમણૂક કરશે
અહેવાલ મુજબ શરૂઆતમાં શ્રેયસની ઐયરની હાલત વિચાર્યા કરતાં વધુ ગંભીર હતી, એક સમયે તેમના શારીરમાં ઓક્સિજનનું સ્તર ઘટીને 50 ટકા સુધી પહોંચી ગયું હતું. અહેવાલ મુજબ લગભગ 10 મિનિટ સુધી તે યોગ્ય રીતે ઊભા રહી શક્યો ન હતો. તેની આંખો સામે અંધારપટ છવાઈ ગયો હતો.
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODI મેચ દરમિયાન એલેક્સ કેરીનો કેચ પકડવા દરમિયાન તે જમીન પર પટકાયો હતો, તેની પાંસળી ભાંગી ગઈ હતી અને આંતરિક રક્ત સ્ત્રાવ થતા ચિંતા વધી હતી. તેને ખૂબ દુખાવો થઈ રહ્યો હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
આપણ વાંચો: ભારત vs દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સિરીઝ; આ જગ્યાએ રમાશે મેચ, જાણો કયારે અને ક્યાં જોઈ શકશો



