Ranji Trophyમાં મુંબઈની જીત બાદ મેદાન પર આ શું કરતો જોવા મળ્યો shreyas iyer?

મુંબઈએ આઠ વર્ષ બાદ રણજી ટ્રોફી જિતીને 42મી વખત આ ટાઈટલ પોતાના નામે કર્યું હતું. મુંબઈએ ફાઈનલમાં વિદર્ભને 169 રનથી હરાવીને જિત હાંસિલ કરી હતી. મુંબઈ માટે શ્રેયસ અય્યર 95 રનની ઈનિંગ રમ્યો હતો. ટીમની જિત બાદ અય્યરે કંઈક એવું કર્યું હતું કે સોશિયલ મીડિયા પર તેનો વીડિયો ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ એવું તે શું કર્યું શ્રેયસ અય્યરે…
રણજી ટ્રોફીમાં મુંબઈની ટીમ જિતતા જ શ્રેયસ અય્યરે જોરદાર ડાન્સ કર્યો તો અને એનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. અજિંક્ય રહાણેની કેપ્ટનશિપ હેઠળ મુંબઈની ટીમે પહેલી ઈનિંગમાં 224 રન અને બીજી ઈનિંગમાં 418 રન બનાવ્યા હતા, જેની સામે વિદર્ભની ટીમ પહેલી ઈનિંગમાં 105 રન અને 368 રન બનાવી શકી હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં શ્રેયસ અય્યર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં પોતાની ટીમની જીત બાદ અય્યરે વાનખેડે સ્ટેડિયમમાં ઢોલ પણ વગાડીને સેલિબ્રેશન કર્યું હતું. અય્યર ઢોલની સાથે સાથે ડાન્સ કરતાં જોવા મળ્યો હતો. મુંબઈની પહેલી ઈનિંગમાં તે કંઈ ખાસ કરી શક્યો નહોતો, પણ બીજી ઈનિંગમાં તેણે દમદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. 111 બોલમાં તેણે 95 રન બનાવ્યા હતા જેમાં 10 ચોગ્ગા અને ત્રણ સિક્સનો સમાવેશ થાય છે.
શ્રેયસ અય્યર મુંબઈ-વિદર્ભની ફાઈનલના છેલ્લાં દિવસે ફિલ્ડિંગ માટે મેદાન પર નહોતો ઉતર્યો, કારણ કે તેને પીઠમાં દુઃખાવો હતો. શ્રેયસની આ સમસ્યા ખૂબ જ જૂની છે અને એના માટે તેને સારવાર પણ આપવામાં આવી હતી. આ સાથે જ IPL-2024ની શરૂઆતની મેચમાં તેને રમવાને લઈને પણ શંકા વ્યક્ત કરાઈ રહી છે. જોકે, હજી સુધી આ મામલે કોઈ પણ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે અય્યરે ફાઈનલ મેચની બીજી ઈનિંગમાં 95 રન બનાવ્યા હતા. આ પહેલાં તામિલનાડુ સામેની મેચમાં તે ત્રણ રન જ બનાવીને આઉટ થઈ ગયો હતો. અય્યર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની સિરિઝમનો પણ હિસ્સો રહી ચૂક્યો હતો.