IPL 2024સ્પોર્ટસ

શ્રેયસ અય્યરે ‘ઝૂમે જો પઠાણ’ સોંગ પર ડાન્સ કરીને મચાવી ધમાલ, વીડિયો વાઈરલ

મુંબઈ: શ્રેયસ અય્યરની કેપ્ટનશિપ હેઠળ કોલકાત્તા નાઈટ રાઈડર્સ (કેકેઆર)એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં તેમની પહેલી મેચ ચાર રનથી જીતી લીધી હતી. જોકે આ મેચમાં શ્રેયસ અય્યરે ઝીરોમાં આઉટ થયો હતો અને હવે શ્રેયસ અય્યર કેકેઆર ટીમના ઓનર અભિનેતા શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ના ગીત ‘ઝૂમે જો પઠાણ’ સોંગ પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. શ્રેયસ અય્યરના ‘ઝૂમે જો પઠાણ’ના ડાન્સ સ્ટેપનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે.

શ્રેયસ અય્યરને કોલકાત્તા નાઈટ રાઈડર્સનો સુકાની છે. શ્રેયસ અય્યરના એક પાર્ટીમાં ડાન્સ કરવાના વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે શ્રેયસ અય્યર શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ના ગીત ‘ઝૂમે જો પઠાણ’ પર બ્લેક આઉટફિટમાં ડાન્સ કર્યો હતો અને તેની આસપાસ બે યુવતી પણ તેની સાથે એક સરખા સ્ટેપ્સ પર ડાન્સ કરી રહી છે.

https://twitter.com/i/status/1772245227761508685

કેકેઆરના કેપ્ટન શ્રેયસ અય્યર ખૂબ સારો ડાન્સર છે. અય્યરના આ પહેલા પણ ડાન્સ કરવાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા. આઇપીએલ 2024ની પહેલી મેચમાં ભલે અય્યરનું પર્ફોર્મન્સ ખરાબ રહ્યું હોય પણ તેણે પોતાના ડાન્સ મૂવ્સથી સ્ટેજ પર આગ લગાવી હતી.

આઇપીએલ 2024માં કેકેઆરની પહેલી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે હતી. આ મેચમાં ટોસ જીતીને કેકેઆરએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલી બેટિંગ કરીને કેકેઆરએ 20 ઓવરમાં સાત વિકેટના નુકસાન પર 208 રન બનાવ્યા હતા અને હૈદરાબાદે પણ કેકેઆરને જોરદાર ટક્કર આપી હતી. જોકે તેમાં કેકેઆરનો ચાર રનથી વિજય થયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button