શ્રેયસ અય્યરને ICUમાં દાખલ કરવામાં આવ્યો; આંતરિક રક્તસ્ત્રાવને કારણે ચિંતા વધી

સિડની: શનિવારે સિડનીમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODI દરમિયાન ફિલ્ડીંગ કરતી વખતે ભારતીય ટીમના બેટર શ્રેયસ અય્યરને પાંસળી ઈજા થઇ હતી. ઈજાની સારવાર માટે તેને સિડનીમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, એવામાં ચિંતાજનક અહેવાલ મળી રહ્યા કે શ્રેયસને થયેલી ઈજા ગંભીર છે, આંતરિક રક્તસ્ત્રાવ થતાં તેને ICUમાં દાખલ કરવામાં આવ્યો છે.
પહેલા બેટિંગ કરી રહેલી ઓસ્ટ્રેલીયન ટીમના બેટર એલેક્સ કેરીનો કેચ પકડવા શ્રેયસ બેકવર્ડ પોઈન્ટથી દોડ્યો હતો અને મુશ્કેલ કેચ પકડ્યો હતો. શ્રેયસે કેચ તો પકડ્યો પણ ડાબી બાજુની પાંસળીમાં ઈજા થઇ હતી. તેને ડ્રેસિંગ રૂમમાં પરત મોકલવામાં આવ્યો હતો, પ્રાથમિક તપાસ દરમિયાન તેને ખુબ જ દુખાવો થતો હોવાથી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
सरपंच साब को सब भूल गए रोहित विराट के चक्कर में!
— Priya Mishra (@Kashyap_Priyu) October 26, 2025
हर्षित राणा की गेंद पर एलेक्स कैरी का कैच लेते समय श्रेयस अय्यर की बाईं पसली में झटका लग गया था, जिस वजह से उन्हें क्रिकेट से कम से कम तीन हफ्ते या उससे ज्यादा समय तक खेल से बाहर रहना पड़ सकता है। #shreyasiyer pic.twitter.com/DYWe65UhEK
BCCIનું નિવેદન:
બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI)એ શ્રેયસ અય્યરની ઈજા અંગે એક નિવેદન પણ જાહેર કર્યંે છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તેને સ્પ્લીન (spleen)માં લેસરેશન ઇન્જરી થઇ છે, અને BCCIની મેડિકલ તેની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. તેની સારવાર ચાલી રહી છે, તેની તબિયત સ્થિર છે અને તેઓ સ્વસ્થ થઈ રહ્યો છે. ભારતીય ટીમના ડોક્ટર શ્રેયસની દૈનિક રીપોર્ટ જોવા સિડનીમાં જ રહેશે.
ICUમાં દાખલ:
BCCI શ્રેયસની તબિયત સ્થિર હોવાનો દાવો કરી રહી છે, ત્યારે એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો કે પાંસળીમાં થયેલી ઈજાને કારણે આંતરિક રક્તસ્રાવ થયો છે, શ્રેયસને હાલમાં ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) માં સારવાર આપવામાં આવી રહી છે. રક્તસ્રાવને કારણે ચેપ ફેલાતો અટકાવવા તેને બે થી સાત દિવસ સુધી સતત નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે.
લાંબો સમય ક્રિકેટથું દુર રહેશે:
તાજેતરમાં શ્રયસને ODI ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ક્રિકેટ ચાહકો શ્રેયસ ઐયરના સ્વાસ્થ્ય માટે પ્રર્થના કરી રહ્યા છે. સ્વસ્થ થયા બાદ પણ તેને લાંબો સમય ક્રિકેટથું દુર રહેવું પડશે. ત્યાં સુધી ભારતીય ટીમને વિશ્વાસ પાત્ર મિડલ ઓવર બેટરને ખોટ સાલશે.



