પુણે ઍરપોર્ટ પર સિક્યૉરિટી ચેકમાં વિલંબઃ છ શૂટર ફ્લાઇટ ચૂકી ગયા | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

પુણે ઍરપોર્ટ પર સિક્યૉરિટી ચેકમાં વિલંબઃ છ શૂટર ફ્લાઇટ ચૂકી ગયા

પુણેઃ રાઇફલ અને પિસ્તોલ શૂટિંગ (Shooting)ની હરીફાઈના છ સ્પર્ધકોએ મંગળવારે પુણેથી ફ્લાઇટ પકડીને એક સ્પર્ધામાં ભાગ લેવા ગોવા (Goa) પહોંચવાનું હતું, પરંતુ તેમના સાધન-સામગ્રીના ક્લિયરન્સમાં કથિત વિલંબ થતાં તેઓ નિર્ધારીત ફ્લાઇટ ચૂકી ગયા હતા.

આ વિલંબ પુણેના વિમાનીમથકે સિક્યૉરિટી ચેક દરમ્યાન થયો હતો. આ તમામ શૂટર 18 વર્ષથી નીચેના હતા. તેઓ મંગળવારે અકાસા ઍરની ફ્લાઇટમાં ગોવા જવાના હતા. ત્યાં તેમણે 12મી વેસ્ટ ઝોન શૂટિંગ ચૅમ્પિયનશિપમાં ભાગ લેવાનો હતો. એ સ્પર્ધા બુધવારે સવારે યોજાવાની હતી, પરંતુ ત્યાં સમયસર નહોતી પહોંચી શક્યા.

અકાસા ઍરલાઇનના સત્તાધીશોનું એવું કહેવું હતું કે શૂટર સ્પર્ધકોના બૅગેજમાં ખાસ પ્રકારના શૂટિંગના સાધનો હતા જે તપાસવા સંબંધમાં સિક્યૉરિટી પ્રક્રિયા લાંબી ચાલી હોવાથી વિલંબ થયો હતો.’

આ શૂટર્સ ભૂતપૂર્વ ભારતીય શૂટિંગ ચૅમ્પિયન ગગન નારંગની ` ગન ફૉર ગ્લૉરી’ નામની શૂટિંગ ઍકેડેમીના હતા.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button