સ્પોર્ટસ

રણજીમાં સરસાઈના બોજ બાદ સૌરાષ્ટ્રની વળતી લડત: બરોડાના બે બૅટર સદી ચૂક્યા…

રાજકોટ: અહીં ચાર દિવસની રણજી મૅચમાં બે દિવસ બાકી છે અને સૌરાષ્ટ્ર-રેલવે વચ્ચે ભારે રસાકસી જામી છે. રેલવેએ પ્રથમ દાવમાં 38 રનની લીડ લીધી ત્યાર બાદ સૌરાષ્ટ્રએ બીજા દાવમાં 122 રનમાં રેલવેની સાત વિકેટ લઈ લીધી હતી અને સરસાઈ સહિત રેલવેના 160 રન હતા. એ જોતાં, સૌરાષ્ટ્રને સાધારણ લક્ષ્યાંક મળી શકે છે જેને ધ્યાનમાં લેતાં ચેતેશ્ર્વર પુજારા, શેલ્ડન જૅક્સન, અર્પિત વસાવડા, હાર્વિક દેસાઈ, ચિરાગ જાની વગેરે બૅટર્સ સોમવારે અથવા મંગળવારે આસાન વિજય અપાવી શકશે.

આ પણ વાંચો : Ranji Trophy 2024-25: આજથી અગરતલામાં મુંબઈ-ત્રિપુરાની રણજી મૅચ

રેલવેને બીજા દાવમાં રમતના અંત સુધીમાં 122/7 સુધી સીમિત રખાવવામાં યુવરાજસિંહ ડોડિયા (50 રનમાં ત્રણ), ધર્મેન્દ્રસિંહ જાડેજા (40 રનમાં ત્રણ) અને પાર્થ ભુત (26 રનમાં એક)ના મુખ્ય યોગદાન હતા.

અગરતલામાં મુંબઈએ સૂર્યાંશ શેડગેના 99 રન, શમ્સ મુલાનીના 71 રન, શાર્દુલ ઠાકુરના 62 રન અને હિમાંશુ સિંહના 59 રનની મદદથી પ્રથમ દાવમાં 450 રન બનાવ્યા હતા. ત્રિપુરાની ટીમે આઠ બોલર અજમાવ્યા હતા. જવાબમાં ત્રિપુરાની ટીમ 60 રનમાં એક વિકેટ ગુમાવી ચૂકી હતી.

જયપુરમાં ગુજરાતે પ્રિયાંક પંચાલના 110 રન તથા જયમીત પટેલના 61 રનની મદદથી કુલ 335 રન બનાવ્યા ત્યાર બાદ રાજસ્થાને 180 રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી.

વડોદરામાં બરોડાના મહેશ પીઠિયાની પાંચ અને ભાર્ગવ ભટ્ટની બે વિકેટને કારણે ઓડિશાની ટીમનો દાવ 193 રન પર સમેટાઈ ગયો હતો. બરોડાએ જવાબમાં છ વિકેટે 354 રન બનાવ્યા હતા અને 161 રનની સરસાઈ લીધી હતી.

આ પણ વાંચો : Ranji Trophyમાં મુંબઈની જીત બાદ મેદાન પર આ શું કરતો જોવા મળ્યો shreyas iyer?

બરોડાનો શિવાલિક શર્મા (96) ચાર રન માટે અને વિષ્ણુ સોલંકી (98) બે રન માટે સદી ચૂકી ગયો હતો. જોકે કૅપ્ટન કૃણાલ પંડ્યા 88 રને રમી રહ્યો હતો.

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker