સ્પોર્ટસ

શાર્દુલે લીધી હૅટ-ટ્રિક, ગંભીરની ટીમ મૅનેજમેન્ટને ઈશારામાં કહી દીધું કે…

મુંબઈ: અહીં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)માં શરૂ થયેલી ચાર દિવસની મેઘાલય સામેની રણજી ટ્રોફી મૅચમાં મુંબઈના પેસ બોલિંગ ઑલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે હૅટ-ટ્રિક સહિતનો તરખાટ મચાવ્યો હતો અને એ સાથે ટીમ ઇન્ડિયાના હેડ-કોચ ગૌતમ ગંભીર અને તેમની કોચિંગ ટીમને તેમ જ સિલેક્ટરોને સીધો સંકેત આપી દીધો હતો કે આગામી ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમમાં તેમણે તેનો સમાવેશ ન કરીને ભૂલ કરી છે.

આજે સવારે એક તબક્કે મેઘાલયનો સ્કોર માત્ર બે રન હતો અને એમાં તેમણે છ વિકેટ ગુમાવી દીધી હતી. છમાંથી ચાર વિકેટ શાર્દુલે લીધી હતી. તેણે ત્રીજી ઓવરમાં અનિરુદ્ધ બી., સુમિત કુમાર અને જસકીરતની ઉપરાઉપરી ત્રણ બૉલમાં વિકેટ લીધી હતી.

રણજી ટ્રોફીના નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચવા મુંબઈ માટે આ મૅચ બોનસ પોઈન્ટ સાથે જીતવી ખૂબ જરૂરી છે.
શાર્દુલ ઠાકુર વર્તમાન રણજી સીઝનમાં હૅટ-ટ્રિક લેનાર રિશી ધવન પછીનો બીજો બોલર છે. તે આ સિદ્ધિ મેળવનાર મુંબઈનો પાંચમો બોલર છે. અગાઉના ચાર બોલરમાં જહાંગીર ખોત (1943), ઉમેશ કુલકર્ણી (1963), અબ્દુલ ઈસ્માઈલ (1973) અને રોયસ્ટન ડાયસ (2023)નો સમાવેશ છે.

મેઘાલયની ટીમ 86 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. શાર્દુલે કુલ 43 રનમાં ચાર વિકેટ લીધી હતી, જ્યારે ત્રણ વિકેટ બીજા પેસ બોલર મોહિત અવસ્થીએ અને બે વિકેટ સિલ્વેસ્ટર ડિસોઝાએ લીધી હતી.

આ પણ વાંચો…શું સેહવાગ અને પત્ની આરતી વચ્ચે કારમાં ઝઘડો થયેલો?

શાર્દુલ હાલમાં જબરદસ્ત ફોર્મમાં છે. ગયા અઠવાડિયે તેણે જમ્મુ અને કાશ્મીર સામેની મૅચમાં હાફ સેન્ચુરી અને સેન્ચુરી ફટકારી હતી છતાં મુંબઈની ટીમ એ મૅચ હારી ગઈ હતી.

સંબંધિત લેખો

Back to top button