શાહીન આફ્રિદીએ આ ખાસ ક્લબમાં નામ નોંધાવ્યું, T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાની ક્રિકેટ માટે હીરો સાબિત થશે!

T20 વર્લ્ડકપ (T20 world cup) પહેલા પાકિસ્તાનની ક્રિકેટ ટીમ આયર્લેન્ડ(PAK vs IRE)ના પ્રવાસે છે, ત્રણ T20 મેચની સિરીઝ પાકિસ્તાને 2-1થી જીતી લીધી છે. બીજી T-20 મેચમાં શાહીન આફ્રિદી(Shaheen Afridi)એ પણ એક ખાસ ક્લબમાં નામ નોંધાવ્યું હતું. બીજી મેચમાં મેચમાં પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્ડે 20 ઓવરમાં 7 વિકેટે 193 રન બનાવ્યા હતા, જે બાદ પાકિસ્તાને 3 વિકેટ ગુમાવી 17મી ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આ મેચમાં 24 વર્ષીય શાહીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 300 વિકેટ પૂરી કરી લીધી છે.
ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી વસીમ અકરમ, વકાર યુનિસ, ઈમરાન ખાન, શોએબ અખ્તર, ઉમર ગુલ, અબ્દુલ રઝાકની સાથે સ્પેશિયલ લિસ્ટમાં સામેલ થઇ ગયો છે. શાહીન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 300 કે તેથી વધુ વિકેટ લેનારો પાકિસ્તાનનો સાતમો ફાસ્ટ બોલર બની ગયો છે.
બીજી મેચમાં શાહીને 4 ઓવરમાં 49 રન આપીને 3 વિકેટ લીધી હતી, આ સાથે જ તેણે આ ક્લબમાં નામ નોંધાવ્યું હતું, ત્યાર બાદ ત્રીજી મેચમાં પણ તેણે ૩ વિકેટ લીધી હતી. શાહીન અત્યાર સુધી 146 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યો છે અને કુલ 305 વિકેટ લીધી છે. શાહીને વન-ડેમાં 104 વિકેટ લીધી છે, તો ટેસ્ટમાં તેના નામે 113 વિકેટ છે, જયારે શાહીને ટી-20 ઈન્ટરનેશનલમાં 88 વિકેટ પોતાના નામે કરી છે. હાલ શાહીનની ઉંમર માત્ર 24 વર્ષની છે અને જે ઝડપે તે વિકેટો લઈ રહી છે તે જોતા એવું માનવામાં આવે છે કે પાકિસ્તાનનો આ ફાસ્ટ બોલર આવનારા વર્ષોમાં ઘણા રેકોર્ડ પોતાના નામે કરવામાં સફળ રહેશે.
આંતરરાષ્ટ્રીય મેચોમાં પાકિસ્તાન માટે સૌથી વધુ વિકેટ વસીમ અકરમે લીધી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વસીમ અક્રમે કુલ 916 વિકેટ લીધી છે. જ્યારે વકાર યુનિસે 789 વિકેટ, ઈમરાન ખાને 544 અને શોએબ અખ્તર 444, ઉમર ગિલે 427 વિકેટ નોંધાવી છે. અબ્દુલ રઝાક 389 વિકેટ લેવામાં સફળ રહ્યો છે, આ પછી શાહીનનો નંબર આવે છે. શાહીને અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 305 વિકેટ ઝડપી છે.