IPL 2024સ્પોર્ટસ

શાહરુખે ગંભીરને જે ચીલઝડપથી મેન્ટર બનાવી દીધેલો એ ઘટના ખરેખર જાણવા જેવી છે

ચેન્નઈ/કોલકાતા: ભારતનો ભૂતપૂર્વ ઓપનર અને ભાજપનો ભૂતપૂર્વ સંસદસભ્ય ગૌતમ ગંભીરે (Gautam Gambhir) 2014માં કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ને બીજી વાર ટાઇટલ અપાવ્યું ત્યાર બાદ તેણે 2017માં એ ટીમને જે સંજોગોમાં છોડી હતી ત્યારે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે એક દિવસ ગંભીર અચાનક આ જ ટીમનો મેન્ટર બની જશે અને મેન્ટરશિપની પહેલી જ સીઝનમાં કેકેઆરને ટ્રોફી અપાવી દેશે અને કોચિંગની તથા મેન્ટરશિપની બાબતમાં તેની સર્વત્ર વાહ-વાહ થશે. સીક્રેટ બાબત એ છે કે કેકેઆરના સહ-માલિક શાહરુખ ખાન (Shahrukh Khan)ને ગયા વર્ષે જેવી ખબર પડી કે ગંભીર લખનઊ સુપર જાયન્ટ્સના મેન્ટર તરીકેનો હોદ્દો છોડવા માગે છે એટલે તેણે (શાહરુખે) તાબડતોબ તેને કેકેઆરમાં પાછા આવી જવા મનાવી લીધો હતો.

આને શાહરુખની સમજબૂઝ કહો કે ચીલઝડપ, તેણે ગંભીરને કેકેઆરમાં સમાવી દેવા માટે જે દિમાગ વાપર્યું એને દાદ દેવી પડે.


આઇપીએલના સૌથી વધુ પાંચ-પાંચ ટાઇટલ મુંબઈ અને ચેન્નઈના નામે છે, પણ હવે આ લિસ્ટમાં બીજા સ્થાને કોલકાતા છે જેણે બે ટાઇટલ ગંભીરની કૅપ્ટન્સીમાં અને એક ટાઇટલ તેની મેન્ટરશિપમાં જીતી લીધા છે. શાહરુખ તેમ જ ટીમની કો-ઓનર જૂહી ચાવલા અને તેના પતિ જય મહેતા 10 વર્ષથી ટાઇટલની તલાશમાં હતા અને ગંભીરે આવતાવેંત તેમનું સપનું સાકાર કરી દીધું.


ગંભીરે 2017ની સાલમાં કેકેઆર સાથે છેડો ફાડ્યો ત્યાર પછી દિલ્હી કૅપિટલ્સમાં પાછો આવ્યો હતો અને આઇપીએલમાં એ તેની છેલ્લી સીઝન હતી તેમ જ તેણે એ જ અરસામાં ક્રિકેટને પણ અલવિદા કરી હતી. જોકે તે બે વર્ષ માટે (2022માં અને 2023માં) લખનઊની ટીમનો મેન્ટર બની ગયો હતો. તેની મેન્ટરશિપમાં લખનઊની ટીમ એ પહેલા બન્ને વર્ષમાં પ્લે-ઑફમાં પહોંચી હતી. ખરી વાત એ છે કે ગયા વર્ષે ગંભીરે લખનઊની ટીમ છોડવાનો વિચાર કોઈકને જણાવ્યો અને શાહરુખને એની ખબર પડી ગઈ એટલે તેણે એ મામલામાં એન્ટ્રી કરીને લાભ લઈ લીધો. શાહરુખે ગંભીરને મુંબઈમાં તેના નિવાસસ્થાન ‘મન્નત’માં બોલાવ્યો, બન્નેએ બે કલાક સુધી ચર્ચા કરી અને તેને કોલકાતામાં રીએન્ટ્રી કરવા મનાવી લીધો હતો.


એવું મનાય છે કે શાહરુખે ત્યારે ગંભીરને કેકેઆરનો મેન્ટર બનવા બ્લૅન્ક ચેક આપી દીધો અને બદલામાં માગ્યું કે તારે હવે 10 વર્ષ સુધી કેકેઆરના પરિવારને નથી છોડવાનો.

આ પણ વાંચો : IPL 2024 ફાઇનલમાં KKR ચેમ્પિયન બન્યા બાદ કહીં ખુશી કહીં ગમ ગંભીર-શાહરુખે ડાન્સ કર્યો, કાવ્યા મારન રડી પડ્યા

નવાઈની કથિત વાત એ છે કે ગંભીર લખનઊનું ફ્રૅન્ચાઇઝી છોડવા માગે છે એ વાતની લખનઊની ટીમના માલિક સંજીવ ગોયેન્કાને પણ ખબર નહોતી, પણ કેકેઆરના માલિક શાહરુખને એની જાણ થઈ જતાં જ તેણે ગંભીરને કેકેઆરમાં પાછા આવી જવાનું આમંત્રણ આપી દીધું હતું. જે કંઈ હોય, પણ ગંભીર વિચાર બદલીને લખનઊ સાથે જ જોડાયેલો ન રહે એની કદાચ શાહરુખે ખાસ તકેદારી રાખી હતી. એવું પણ મનાય છે કે શાહરુખે ગંભીરને એવી ઑફર કરી હતી કે તે ના જ નહોતો પાડી શક્યો.


છેવટે સપ્ટેમ્બર, 2023માં ગંભીરનું શાહરુખ સાથે ડીલ થયું હતું અને એ કરારને જાહેર પણ કરવામાં આવ્યો હતો.
જોકે કેકેઆરની ટીમ ગંભીરની કમાલથી ત્રીજા ટાઇટલની નજીક પહોંચી ગઈ એ પછી ન્યૂઝ આવ્યા કે ગંભીરને બીસીસીઆઇ ટીમ ઇન્ડિયાનો હેડ-કોચ બનાવવા માગે છે. એ જોતાં બીસીસીઆઇના કાનૂન મુજબ કોઈ પણ હોદ્દેદાર એકસાથે બે હોદ્દા પર ન રહી શકે એટલે તેણે બેમાંથી એકને જાકારો આપવો જ પડે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Airport પર આ રીતે Deepika Padukoneને સંભાળતો જોવા મળ્યો Ranveer Singh.. સોનાક્ષીની નણંદ પણ છાપે છે પૈસા 53 વર્ષ પહેલાં આવેલી Rajesh Khannaની ફિલ્મના એ સુપરહિટ ડાયલોગ… T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી