IPL 2025 માટે Schedule જાહેર; ક્યારે અને ક્યાં રમાશે ફાઇનલ? જુઓ સંપૂર્ણ શેડ્યુલ

મુંબઈ: આવનારા મહિના ક્રિકેટ ચાહકો માટે એક્શનથી ભરપુર રહેવાના છે. 9 માર્ચના રોજ ચેમ્પિયન્સ 2025ની ફાઈનલ મેચ રમાયા બાદ થોડા દિવસોમાં જ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025) શરુ થશે. IPL 2025 માટેના શેડ્યૂલ(Schedule)ની આજે રવિવારે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
IPL 2025 ની શરૂઆત 22 માર્ચથી થશે. IPLની આ સીઝન 65 દિવસ સુધી ચાલશે અને 13 શહેરોમાં મેચ યોજાશે. આ ટુર્નામેન્ટમાં 10 ટીમો કુલ 74 મેચ રમશે. પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે.
Playoff ની મેચ ક્યાં રમાશે?
IPL પ્લેઓફ 20 થી 25 માર્ચ દરમિયાન હૈદરાબાદ અને કોલકાતામાં યોજાશે. ક્વોલિફાયર 1 અને એલિમિનેટર હૈદરાબાદમાં રમાશે, જ્યારે ક્વોલિફાયર 2 કોલકાતામાં રમાશે. ફાઇનલ મેચ 25 મેના રોજ કોલકાતામાં રમાશે.
આપણ વાંચો: આ ભારતીય-કેનેડિયન ક્રિકેટ પ્રેઝન્ટરે બાંગ્લાદેશ પ્રીમિયર લીગ ગ્લેમરનો જાદુપાથર્યો; જુઓ ફોટોઝ…
આ ટીમો હોમ સિટીની બહાર રમશે:
10 ટીમોના હોમ સિટી ઉપરાંત, કેટલીક મેચો વિશાખાપટ્ટનમ, ગુવાહાટી અને ધર્મશાળામાં રમાશે. પંજાબ કિંગ્સ ધર્મશાળામાં 3 મેચ રમશે. દિલ્હીની ટીમ વિશાખાપટ્ટનમમાં 2 મેચ રમશે. રાજસ્થાનની ટીમ ગુવાહાટીમાં 2 મેચ રમશે.
આ સીઝનમાં 12 ડબલ હેડર છે, એટલે કે એક દિવસમાં બે મેચ રમશે. જેમાંથી પહેલો ડબલ હેડર 23 માર્ચે રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે બપોરે મેચ રમાશે જ્યારે સાંજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે.
જુઓ સંપૂર્ણ શેડ્યુલ:

