IPL 2024સ્પોર્ટસ

બોલો, ઓસ્ટ્રેલિયા સામે મેચ રમ્યા પૂર્વે આ દેશના ખેલાડી પડ્યા બીમાર

બેંગલુરુઃ બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા સામે મેચ રમ્યા પૂર્વે પાકિસ્તાનની ટીમ માટે બેડ ન્યૂઝ જાણવા મળ્યા છે. બેંગુલુરુ પહોંચેલી પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓને વાયરલ ફિવર થયો છે. જોકે, તેમાંથી કેટલાક ખેલાડીઓ સાજા થઇ ગયા છે, જ્યારે કેટલાક હજુ પણ મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે, એમ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના મીડિયા મેનેજર અહસાન ઇફ્તિખાર નેગીએ આપી હતી.

પાકિસ્તાનની ટીમ અમદાવાદમાં ભારત સામેની મેચ રમ્યા બાદ બેંગલુરુ પહોંચી હતી. અહી પાકિસ્તાનની ટીમને 20 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે મેચ રમવાની છે.

બેંગલુરુમાં છેલ્લા કેટલાક મહિનામાં વાયરલ ફિવરના કેસમા વધારો થયો છે. જોકે હવામાનમાં ફેરફારના કારણે પાકિસ્તાન ક્રિકેટ ટીમના સભ્યો બીમાર પડ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અહસાને કહ્યું હતું કે કેટલાક ખેલાડીઓને છેલ્લા કેટલાક દિવસોમાં તાવ આવ્યો હતો અને તેમાંથી મોટાભાગના તેમાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે, જે લોકો સ્વસ્થ થયા નથી તેઓ હાલમાં મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે.

તેમણે પુષ્ટી કરી હતી કે કેપ્ટન બાબર આઝમ અને ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદી સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. ટીમે મંગળવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button