
Buisnessman Anand Mahindra સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને હવે તેમણે કંઈક એવું કર્યું હતું કે જેને કારણે તેઓ પરી લાઈમ લાઈટમાં આવી ગયા છે. લોકો એમના વખાણ કરતાં થાકી નથી રહ્યા. વાત જાણે એમ છે કે હાલમાં જ આનંદ મહિન્દ્રાએ ઈન્ડિયન ક્રિકેટ ટીમના પ્લેયર Safaraz Khanના પિતાને એસયુવી ગિફ્ટમાં આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સરફરાઝ ખાને ગઈકાલે જ ઈન્ડિયન ટેસ્ટ ક્રિકેટ ટીમમાં ડેબ્યુ કર્યું છે અને તે પોતાની પહેલી ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ સામે ગુજરાતના રાજકોટ ખાતે રમી રહ્યો છે.
આનંદ મહિન્દ્રાએ આ વાતની જાણકારી પોતાના એક્સ એકાઉન્ટ પરથી પોસ્ટ કરીને આપી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે હિંમત ના હારતો બસ… સખત મહેનત, સાહસ અને ધીરજ… એક પિતા માટે એક બાળકને પ્રેરણા આપવા માટે એનાથી બેટર બીજા કોઈ ગુણ હોઈ જ ના શકે… એક પ્રેરણાદાયક માતા-પિતા હોવાને નાતે આ મારું સૌભાગ્ય અને સન્માનની વાત હશે કે નૌશાદ ખાન થારને ભેટ તરીકે સ્વીકારે…
સરફરાઝના પિતા નૌશાદ ખાને જણાવ્યું હતું કે તેઓ પોતાના દીકરાની ડેબ્યુ મેચ જોવા રાજકોટ નથી જઈ શક્યા કારણ કે મને એવું લાગે છે કે મને જોઈને મારો દીકરો દબાવમાં આવી જશે. પણ ક્રિકેટર સૂર્યકુમાર યાદવના એક મેસેજે મને રાજકોટ આવવા માટે મજબૂર કરી દીધો હતો. સૂર્ય કુમારે પોતાના મેસેજમાં લખ્યું હતું કે હું તમારી ભાવના સમજી શકું છું પણ વિશ્વાસ રાખો કે મેં જ્યારે ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું ત્યારે મને મારી ટેસ્ટ કેપ મળી ત્યારે મારા મમ્મી-પપ્પા મારી પાછળ ઊભા હતા. આ પળ મારા માટે ખૂબ જ ખાસ હતી અને આ પળ વારંવાર નથી આવતી. હું તમને કહું છું કે પ્લીઝ તમે આવી જાવ અહીંયા…
રાજકોટમાં પહેલી ઈનિંગમાં સરફરાઝે 62 બોલમાં 62 રન બનાવ્યા હતા, જોકે રવીન્દ્ર જાડેજાની એક ગેરસમજને કારણે તે રન આઉટ થઈ ગયો હતો.