સ્પોર્ટસ

સરફરાઝ ગુસ્સે થયો રિષભ પંત પર, જાણો શા માટે…

બેંગલુરુ: અહીં ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં આજે ચોથા દિવસે ભારતીય ટીમને બીજા દાવની મોટી નામોશીમાંથી બચાવી રહેલા સરફરાઝ ખાન અને રિષભ પંત વચ્ચે રન દોડતી વખતે ગેરસમજ થઈ હતી જેમાં પંત પર સરફરાઝ ગુસ્સે થયો હતો. વરસાદના વિઘ્ન પછીના લંચ-બ્રેક વખતે ભારતનો સ્કોર ત્રણ વિકેટે 344 રન હતો. સરફરાઝ ખાન (125 રન, 154 બૉલ, 3 સિક્સર, 16 ફોર) અને રિષભ પંત (53 રન, 56 બૉલ, 3 સિક્સર, 5 ફોર ) રમી રહ્યા હતા. ન્યૂ ઝીલૅન્ડની પ્રથમ દાવની 356 રનની સરસાઈ ઊતારવા ભારતે બીજા માત્ર 12 રન કરવાના બાકી હતા. લંચ બાદ વરસાદને કારણે રમત સમયસર શરૂ નહોતી થઈ શકી.

| Also Read: કોહલી-સરફરાઝની નવ વર્ષે ફરી બેન્ગલૂરુમાં જામી જોડી

ભારતની 55મી ઓવર બોલર મૅટ હેન્રીએ કરી હતી. ઓવરનો પહેલો બૉલ સરફરાઝ ખાને ડીપ બેકવર્ડ પોઈન્ટ તરફ મોકલ્યો અને ત્યારે રન દોડવામાં બંને વચ્ચે ગેરસમજ થઈ હતી. પંતે ધીમું દોડવાની શરૂઆત કરી હતી અને રનઆઉટ થતા બચી ગયો હતો.

| Also Read: સરફરાઝની સેન્ચુરી, પંતની હાફ સેન્ચુરી પછી મેઘરાજાની પાછી પધરામણી

સરફરાઝ બૂમો પાડવા લાગ્યો હતો અને પંતને અટકી જવા કહ્યું હતું, પરંતુ પંત બૉલ સામે જ જોયા કરીને પિચમાં અડધે સુધી પહોંચી ગયો હતો. નસીબજોગે, તે રનઆઉટ થતા બચી ગયો હતો, કારણ કે વિકેટકીપર ટૉમ બ્લન્ડેલનો થ્રો પરફેક્ટ નહોતો અને બૉલ સ્ટમ્પ્સ પર નહોતો લાગ્યો. પંતે ગુરુવારે સર્જરીવાળા જમણા પગમાં થયેલી ઈજા બાદ ફિલ્ડિંગ નહોતી કરી, પરંતુ થોડોઘણો દુખાવો ભૂલીને આજે બૅટિંગ કરવા આવ્યો છે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker