સ્પોર્ટસ

‘Khatam kar jaldi, snow hai upar ghum ayenge’ સરફરાઝ ખાને ઈંગ્લેન્ડના ખેલાડીની ટીખળ કરી

ધર્મશાલા ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરીને ઈંગ્લેન્ડને એક ઇનિંગ અને 64 થી હાર આપી હતી. મેચના ત્રીજા દિવસે ઇંગ્લેન્ડની ટીમની હાર નક્કી હતી, જયારે ઇંગ્લેન્ડ તરફથી નંબર 10 પર શોએબ બશીર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ભારતના યુવા ખેલાડી સરફરાજ ખાને કરેલી કમેન્ટનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

શોએબ બશીર બીજી ઇનિંગની 35મી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો હતો સામે છેડે જો રૂટ બેટિંગ કરી રહ્યો હતો. ત્યારે સરફરાઝ ખાને બશીરને સ્લેજ કર્યો હતો. ઇનિંગની 38મી ઓવરમાં દરમિયાન બશીર કુલદીપ યાદવના શાર્પ લેગ-સ્પિન બોલ પર આઉટ થતા રહી ગયો. આ દરમિયાન શોર્ટ લેગ પર ઉભેલા સરફરાઝે બશીરને કહ્યું: “ખતમ કર જલદી, બરફ હૈ ઉપર ગુમ કે આયેંગે.”


સરફરાજની આ કમેન્ટ સ્ટમ્પ માઈકમાં કેપ્ચર થઇ ગઈ હતી, જે મેચના લાઈવ પ્રસારણ દરમિયાન પણ સંભળાઈ હતી. સરફરાજની આ ટીખળનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ ઘટનાની થોડી જ ઓવરો બાદ રવિન્દ્ર જાડેજાએ બશીરને ઇનસ્વિંગ બોલથી બોલ્ડ કર્યો હતો. બશીરને ખ્યાલ જ ન રહ્યો કે તે બોલ્ડ થઈ ગયો હતો અને તેણે રિવ્યુ લેવાનું નક્કી કર્યું હતું. ત્યારપછી બીજા છેડે ઉભેલા જો રૂટે તેને કહ્યું કે તે એલબીડબ્લ્યુ નહીં પરંતુ બોલિંગ થયો છે. આ પછી બશીર પેવેલિયન તરફ પાછો ફર્યો.

નોંધનીય છે કે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસીએશનના ધર્મશાળા સ્ટેડીયમને દુનિયાનું સૌથી સુંદર ક્રિકેટ સ્ટેડીયમ માનવામાં આવે છે. આ સ્ટેડીયમ દરિયાની સપાટીથી 4790 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. આ સ્ટેડીયમ બરફથી ઢંકાયેલા હિમાલયના પહાડોથી ઘેરાયેલું છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત