સારા તેંડુલકરની મિત્રને દિલ્હીમાં મળ્યું મોટું કામ! રૂપિયાનો થશે વરસાદ | મુંબઈ સમાચાર

સારા તેંડુલકરની મિત્રને દિલ્હીમાં મળ્યું મોટું કામ! રૂપિયાનો થશે વરસાદ

નવી દિલ્હીઃ દિલ્હી પ્રીમિયર લીગ 2025 ટુર્નામેન્ટના કાર્યક્રમની સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી 2 ઓગસ્ટથી દિલ્હી પ્રીમિયર લીગ 2025 ટુર્નામેન્ટની શરૂઆત થવાની છે. 2 ઓગસ્ટથી શરૂ થતી આ ટુર્નામેન્ટની ફાઈલન મેચ 31 ઓગસ્ટે રમાશે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ ટુર્નામેન્ટની દરેક મેચ દિલ્હીમાં અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં એક મોટી ખબર પણ પ્રકાશમાં આવી છે. બે દિગ્ગજ ખેલાડીઓની દીકરીઓ પણ આ ટુર્નામેન્ટમાં જોવા મળશે. ચાલો જાણાએ સંપૂર્ણ વિગતો…

ગ્રેસ હેડનને આ ટુર્નામેન્ટમાં એન્કર બનાવવામાં આવી

વિગતે વાત કરવામાં આવે તો, ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી મેથ્યુ હેડનની દીકરી અને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકરની શ્રેષ્ઠ મિત્ર પણ દિલ્હી પ્રીમિયર લીગ 2025માં પોતાનો ચાર્મ ફેલાવવા માટે તૈયાર છે. આ ટુર્નામેન્ટમાં ગ્રેસ હેડનને એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગ્રેસ હેડનને આ ટુર્નામેન્ટમાં એન્કર બનાવવામાં આવી છે. સૌથી કોઈ જાણે છે કે, 2025ની આઈપીએલ દરમિયાન ગ્રેસ હેડન કવરેજ કરતી જોવા મળી હતી. આઈપીએલ બાદ હવે ગ્રેસ હેડન દિલ્હી પ્રીમિયર લીગમાં એન્કરની ભૂમિકામાં જોવા મળશે.

2 ઓગસ્ટથી DPL 2025ની બીજી સીઝન શરૂ થશે

એક રિપોર્ટ્ પ્રમાણે દિલ્હી પ્રીમિયર લીગમાં એન્કરિંગ કરવા માટે ગ્રેસ હેડનને લાખો રૂપિયા મળવાના છે. DPL 2025ની બીજી સીઝન 2 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. આ સઝનમાં પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈસ્ટ દિલ્હી રાઈડર્સ અને સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ વચ્ચે રમાશે. આ વખતે આ ટુર્નામેન્ટમાં 8 પુરૂષોની ટીમ અને 4 મહિલાઓની ટીમોની એન્ટ્રી થઈ છે. આ ટુર્નામેન્ટમાં કોણ કેવું પ્રદર્શન કર છે તેના પર સૌની નજર રહેવાની છે.

વીરેન્દ્ર સેહવાગનો પુત્ર પણ આ ટુર્નામેન્ટમાં જોવા મળશે

DPL 2025માં ચેન્નઈ સુપર કિંગ્સના સિમરજીત સિંહને સૌથી વધારે રૂપિયા મળ્યાં છે. સેન્ટ્રલ દિલ્હી કિંગ્સે સિમરજીત સિંહને 39 લાખ રૂપિયા આપીને પોતાની ટીમમાં લાધો છે. આ લિસ્ટમાં વેસ્ટ દિલ્હી લાયન્સે 34 લાખ રૂપિયા આપીને નીતિશ રાણાને ખરીદ્યો છે. 15 લાખ રૂપિયા સાથે સુયશ શર્મા ત્રીજા સ્થાને છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ ટુર્નામેન્ટમાં ભારતના દિગ્ગજ ખેલાડી વીરેન્દ્ર સેહવાગનો પુત્ર આર્યવીર સેહવાગ પણ રમતો જોવા મળશે. આ સાથે વિરાટ કોહલીનો ભત્રીજો આર્યવીર કોહલી પણ આ ટુર્નામેન્ટમાં રમતા જોવા.

આપણ વાંચો : પિચ ક્યૂરેટરની બદમાશીઃ ભારતીય ખેલાડીઓને પિચ પરથી હટાવાયા, પણ રૂટ-પૉપને મૉક પ્રૅક્ટિસ કરવા દીધી!

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button