શુભમન ગિલ-સારા તેંડુલકર લંડનમાં સાથે, તસવીરો વાયરલ

આઠમી જુલાઈના મંગળવારે લંડનમાં પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે તેના YouWeCan ફાઉન્ડેશન માટે ચેરિટી ડિનરનું આયોજન કર્યું હતું, જેમાં ક્રિકેટ જગતની ઘણી બધી હસ્તીઓએ હાજરી આપી હતી.
આ કાર્યક્રમ કેન્સર જાગૃતિ અને સારવાર માટે ભંડોળ એકત્ર કરવા માટે યોજવામાં આવ્યો હતો, પરંતુ અહીંના કાર્યક્રમમાં હાજર રહેનારા ભારતીય ટીમના સુકાની શુભમન ગિલની હાજરી સાથે તેંડુલકરની દીકરી પણ હાજર રહેવાના અહેવાલથી ફરી બંને વચ્ચે અફેર હોવાની વાતને લઈ લોકોમાં ચર્ચા જાગી છે.
આપણ વાંચો: સારા તેંડુલકર આ કોની સાથે વેકેશન મનાવી રહી છે? શુભમન ગિલનું હાર્ટબ્રેક પાક્કું છે ભાઈસાબ…
ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલ આખી ટીમ સાથે આ ડિનરમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમનો એક ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઇ રહ્યો છે. આ ફોટામાં ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર તેની સાથે જોવા મળી હતી, ત્યારબાદ શુભમન અને સારા વચ્ચે કથિત નિકટતાની અફવાઓએ ફરી જોર પકડ્યું છે.

યુવરાજ સિંહે તેની કેન્સર સામેની લડાઈ જીત્યા બાદ 2011માં YouWeCan ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી, જે કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા, વહેલા નિદાનને પ્રોત્સાહન આપવા અને દર્દીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનું કામ કરે છે.
અહીંના ચેરિટી ડિનરનો હેતુ ફાઉન્ડેશન માટે ભંડોળ એકત્ર કરવાનો હતો. સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો હતો, જેમાં શુભમન ગિલ અને સારા તેંડુલકર સાથે જોવા મળ્યા બાદ આ ડિનર સૌથી વધુ ચર્ચિત ઇવેન્ટ બની ગઈ હતી.
આપણ વાંચો: શુભમન ગિલને છોડીને આ કોની સાથે પાર્ટી કરતી જોવા મળી સારા તેંડુલકર?
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટામાં ભારતીય કેપ્ટન હસતો જોવા મળે છે અને સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર તેની સામે બેઠી છે. આ ફોટો તે સમયનો હોવાનું કહેવાય છે જ્યારે ગિલ ટીમ સાથે ડિનર માટે પહોંચ્યો હતો અને સારા પહેલાથી જ ત્યાં હાજર હતી. સારા તેંડુલકરે આ ઇવેન્ટનો ફોટો પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં તે તેના મિત્રો સાથે જોવા મળે છે.
અફેરની અફવાઓએ ઘણી હેડલાઇન્સ બનાવી હતી
શુભમન ગિલનું નામ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે ઘણી વખત જોડાયું છે. એક સમયે તેમના અફેરની અફવાઓ સમાચારમાં હતી. બંને પહેલા સોશિયલ મીડિયા પર એકબીજાને ફોલો કરતા હતા. તેઓ એકબીજાની પોસ્ટને લાઈક અને કમેન્ટ પણ કરતા હતા. જોકે, શુભમન અને સારાએ ક્યારેય આ અફવાઓ પર ખુલીને કંઈ કહ્યું નથી.