સ્પોર્ટસ

IPL 2025 પહેલા સંજુ સેમસનનો મહત્વનો નિર્ણય, બન્યો ટીમનો માલિક

સંજુ સેમસન ભારતીય ક્રિકેટનો જાણીતો સ્ટાર છે. હવે તેણે ફૂટબોલમાં પ્રવેશ કર્યો છે. આ સમાચાર વાંચીને અગર તમે એમ વિચારતા હો કે સંજુએ ક્રિકેટ રમવાનું છોડી દીધું કે શું, તો અમે તમને જણાવી દઇએ કે ના, સંજુએ ક્રિકેટ રમવાનું છોડ્યું નથી. તેણે કેરળમાં ફૂટબોલ ફ્રેન્ચાઇઝીમાં હિસ્સો ખરીદ્યો છે. IPLમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને એક ટીમ ખરીદી છે. સેમસન કેરળનો રહેવાસી છે. તેના રાજ્યમાં સુપર લીગ કેરળ નામની ફૂટબોલ લીગ શરૂ થઈ છે. તેણે આ લીગની મલપ્પુરમ ફૂટબોલ ક્લબમાં હિસ્સો ખરીદ્યો છે. આ સાથે તે હવે તેનો કો-ઓનર બની ગયો છે. મલપ્પુરમ એફસીએ સોમવારે 9 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પર તેની સત્તાવાર માહિતી આપી હતી. આ લીગમાં કુલ 6 ટીમો ભાગ લઈ રહી છે
ટીમ ઈન્ડિયા સિવાય સંજુ સેમસન હવે દુલીપ ટ્રોફીમાં રમતો જોવા મળશે. તે IPLમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન તરીકે રમે છે. જ્યારે સંજુ સેમસનને શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં નજરઅંદાજ કરવામાં આવ્યો ત્યારે ચાહકો બીસીસીઆઈ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર ખૂબ ગુસ્સે થયા હતા.


કેરળ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત કેરળ સુપર લીગ (KSL) સીઝન 7 સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ હતી, જેમાં મલપ્પુરમ FCએ પ્રારંભિક મેચમાં ફોર્કા કોચીને 2-0 થી હરાવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ છ ટીમો ભાગ લઈ રહી છે. તેમાં મલપ્પુરમ એફસી, ફોર્કા કોચી, કન્નુર વોરિયર્સ, કાલિકટ એફસી, તિરુવનંતપુરમ કોમ્બન્સ અને થ્રિસુર મેજિકનો સમાવેશ થાય છે. આ લીગ 7 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી ચાલશે અને મેચો કેરળમાં ચાર અલગ-અલગ સ્થળોએ રમાશે. લીગ મેચ બાદ આમાંથી 4 ટીમો નોકઆઉટ સ્ટેજમાં જશે. લીગની પ્રથમ મેચ મલપ્પુરમ અને કોચી વચ્ચે 7 સપ્ટેમ્બરના રોજ રમાઈ હતી. જેમાં સેમસનની ટીમનો 2-0થી વિજય થયો હતો.

આ પણ વાંચો : બ્રિટિશ બૅટરનો વર્લ્ડ રેકોર્ડ, 147 વર્ષ ની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલી વાર…

નોંધનીય છે કે સંજુ સેમસન પહેલા ઘણા ભારતીય ક્રિકેટરો ફૂટબોલ ટીમના માલિક બની ચૂક્યા છે. તેમનો ફૂટબોલ ફ્રેન્ચાઈઝીમાં હિસ્સો છે. ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલી પ્રખ્યાત ફૂટબોલ ફ્રેન્ચાઇઝી મોહન બાગાનના સહ-માલિક છે. જ્યારે મહેન્દ્ર સિંહ ધોની ચેન્નઈ એફસીમાં હિસ્સો ધરાવે છે. આ સિવાય વિરાટ કોહલી ગોવા FCમાં માલિકી હક્ક ધરાવે છે.
ભારતીય ક્રિકેટની ડોમેસ્ટિક સીઝનની શરૂઆત દુલીપ ટ્રોફીથી થઈ છે. પ્રથમ રાઉન્ડમાં ભારત B એ ભારત A ને અને ભારત C એ ભારત D ને હરાવ્યું હતું. જોકે, ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ તેમાં ભાગ લેનાર ત્રણ ખેલાડીઓ ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ અને પ્રસિદ્ધ ક્રિષ્ના ઈજાગ્રસ્ત થઈને પ્રથમ રાઉન્ડમાંથી બહાર થઈ ગયા હતા. આ પછી ઈશાન કિશનની જગ્યાએ સંજુ સેમસનને ઈન્ડિયા D ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. સેમસનને પ્રથમ મેચમાં રમવાની તક મળી ન હતી. તેની જગ્યાએ શ્રીકર ભરત રમ્યો હતો, પરંતુ સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. તેથી સેમસનને આગામી રાઉન્ડમાં તક મળવાની આશા છે.

Back to top button
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker