બ્રિટિશ બૅટરનો વર્લ્ડ રેકોર્ડ, 147 વર્ષ ની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલી વાર…
નવી દિલ્હી: ઈંગ્લેન્ડના કાર્યવાહક ટેસ્ટ કેપ્ટ્ન ઑલી પૉપે શુક્રવારે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં અસાધારણ સિદ્ધિ નોંધાવી હતી. તેણે કરીઅરની પહેલી સાતેય ટેસ્ટ સદી સાત અલગ-અલગ દેશ સામે ફટકારી છે. આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ અનોખો વિશ્વવિક્રમ છે.
ઑલી પૉપ શુક્રવારે શ્રીલંકા સામેની ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે 103 બૉલમાં બનાવેલા 103 રનના સ્કોર પર નૉટઆઉટ હતો. તેની સદી સાથે ઇંગ્લૅન્ડનો સ્કોર 221/3 હતો અને પૉપે ઇતિહાસમાં નામ અંકિત કરાવી લીધું હતું. ઑલી પૉપે સાઉથ આફ્રિકા, ન્યૂ ઝીલૅન્ડ, પાકિસ્તાન, આયરલૅન્ડ, ભારત, વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકા સામે ટેસ્ટ સેન્ચુરી ફટકારી છે. માત્ર ચાર દેશ ઑસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઝિમ્બાબ્વે, અફઘાનિસ્તાન સામે પૉપની સદી નથી.
પૉપની 2020થી 2024 દરમ્યાન સાત દેશ સામેની ટેસ્ટ સેન્ચુરીની વિગત આ મુજબ છે:
(1) સાઉથ આફ્રિકા સામે અણનમ 135
(2) ન્યૂ ઝીલૅન્ડ સામે 145 રન
(3) પાકિસ્તાન સામે 108 રન
(4) આયરલૅન્ડ સામે 205 રન
(5) ભારત સામે 196 રન
(6) વેસ્ટ ઇન્ડિઝ સામે 121 રન
(7) શ્રીલંકા સામે 103 નૉટઆઉટ.