સ્પોર્ટસ

સંજુ સેમસન CSK માં જોડાશે એ નક્કી! CSKની પોસ્ટ બાદ ચર્ચાએ જોર પકડ્યું, આટલા કરોડ રૂપિયા મળી શકે છે…

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની શરૂઆત માર્ચ મહિનામાં થશે, પરંતુ તેના માટે અત્યારથી ગતિવિધિ શરુ થઇ ગઈ છે. IPL 2026 માટે રિટેન્શન માટે 15 નવેમ્બરની ડેડલાઇન આપવામાં આવી છે, એ પહેલ સૌથી વધુ ચર્ચા સંજુ સેમસનની થઇ રહી છે, ચર્ચા છે કે તે રાજસ્થાન રોયલ્સ છોડીને ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) સાથે જોડાશે. આજે સંજુ સેમસનના જન્મ દિવસે CSKએ તેને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી છે.

સંજુ સેમસનના આજે 11 નવેમ્બરે 31 વર્ષનો થયો. CSKએ સોશિયલ મીડિયા પર પર તેને શુભેચ્છા પાઠવી છે. X પર પોસ્ટ કરી કરી CSKએ લખ્યું, “મોર પાવર ટૂ યુ સંજુ, જન્મ દિવસની શુભેચ્છા.’

https://twitter.com/ChennaiIPL/status/1988074859159781737?s=20

ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત:
CSK કે RRએ સંજુની ટીમ બદલવા અંગે પુષ્ટિ કરી નથી, પરંતુ CSKની પોસ્ટને કારણે અટકળો એ જોર પકડાયું છે. અહેવાલ મુજબ સંજુ સેમસનનો ટ્રેડ કરવામાં આવશે. સંજુ RR છોડીને CSKમાં આવશે, બદલામાં, CSK રવિન્દ્ર જાડેજા અને સેમ કુરન રાજસ્થાનને આપશે. BCCIની મંજુરી બાદ એક કે બે દિવસમાં સત્તાવાર જાહેરાત થઇ શકે છે.

આટલા કરોડ રૂપિયા મળશે:
સંજુ ચેન્નાઈ સુપર કિંગ્સમાં જશે તો તેને કેટલી રકમ મળશે એ અંગે પણ ચર્ચા થઇ રહી છે. ગત વર્ષે ગયા વર્ષે RRએ સંજુ સેમસનને ₹18 કરોડમાં રિટેન કર્યો હતો. આનો અર્થ એ થયો કે જો સંજુ CSK માં જોડાય તો તેન ₹18 કરોડચૂકવવામાં આવશે.

રવિન્દ્ર જાડેજા અને સેમ કુરન રાજસ્થાનમાં જોડાશે, તેમને કેટલી રકમ ચૂકવવામાં આવે છે એ જોવું રહ્યું.

આ પણ વાંચો…સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ છોડશે તો કોણ સંભાળશે ટીમની કમાન? આ બે ખેલાડીઓ પર નજર…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button