‘વિરાટ-રોહિતે કાઉન્ટી ક્રિકેટ રમવી જોઈએ’ આ પૂર્વ ખેલાડીએ આપી સલાહ
મુંબઈ: હાલ ભારતના બે સૌથી વધુ અનુભવી બેટર્સ વિરાટ કોહલી (Virat Kohli) અને રોહિત શર્મા (Rohit Sharma) ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં બંને ખેલાડીઓ સતત ફ્લોપ થઈ રહ્યા છે.
ઓસ્ટ્રેલીયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પણ બને ખાસ પ્રદર્શન ન કરી શક્યા. સિરીઝની પહેલી મેચમાં વિરાટે સદી ફટકારી હતી, જ્યારે રોહિત શર્માનો સિરીઝમાં હાઈઇસ્ટ સ્કોર માત્ર 10 રન હતો. બંને ખેલાડીઓના ચાહકો નિરાશ થયા છે, હવે આ ખરાબ ફોર્મ વચ્ચે રોહિત શર્મા અને વિરાટ કોહલીને કાઉન્ટી ક્રિકેટ રમવાની સલાહ આપવામાં આવી રહી છે.
કોણે આપી સલાહ?
પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે (Sanjay Majrekar) વિરાટ અને રોહિતને કાઉન્ટી રમવાની સલાહ આપી હતી. એક સ્પોર્ટ્સ ચેનલ સાથે વાત કરતા માંજરેકરે કહ્યું, “કોહલી, જ્યારે તેની ઈમ્પેક્ટ અને તેની તાકાત સાથે, જ્યારે પણ મેદાનની અંદર આવે છે, ત્યારે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપે છે.
આપણ વાંચો: IND vs AUS: વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયન ફેન્સને આ રીતે ચીડવ્યા! Watch Video
હાલ તે પોતાનો બધો જ આત્મવિશ્વાસ ગુમાવી રહ્યો છે.તેની ફિટનેસ સારી છે, પરંતુ દેખીતી રીતે એક ટેકનીક સમસ્યા છે અને હવે આત્મવિશ્વાસની સમસ્યા છે.”
શું તેઓ આ નિર્ણય લેશે?
સંજય માંજરેકરે વધુમાં કહ્યું કે, “ઇંગ્લેન્ડમાં આગામી સિરીઝ વિરાટ કોહલી માટે આસાન નહીં હોય, ત્યાં પણ ઓફ સ્ટમ્પની બહાર બોલ સ્વિંગ થશે. પરંતુ જો રોહિત અને વિરાટ બંને આ સિરીઝ રમાવા ઇરાદો ધરાવે છે અને પસંદગીકારો ઈચ્છે, તો આ બંનેએ કાઉન્ટી ક્રિકેટ રમવી જોઈએ. તેઓ આ મોટો નિર્ણય લેવા છે કે કેમ? નિવૃત્તિ લેવી એ તેમનો અંગત વિષય છે.”
જો કે એક વાત સ્પષ્ટ છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે IPLને ધ્યાનમાં રાખીને કાઉન્ટી ક્રિકેટ રમવું શક્ય બનશે નહીં. કાઉન્ટી ક્રિકેટ 07 એપ્રિલ, 2025થી શરૂ થશે. જ્યારે IPL 14 માર્ચથી 25 મે સુધી રમાશે.